ઓક્સિજન(oxygen)ની વધતી જરુરીયાત અને ન મળવાની સમસ્યાને લઇ વડાપ્રધાને લીધો મોટો નિર્ણય- વાંચો વિગત
દિલ્હી, 25 એપ્રિલઃ દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજન(oxygen)ની અછત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજન(oxygen)ની સમસ્યા પર મોટો નિર્ણય લીધો છે.
મળેલી માહિતી અનુસાર, દેશમાં 551 નવા ઓક્સિજન(oxygen) પ્લાન્ટ લગાવવામાં આવશે. આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ઓક્સિજન(oxygen) પ્લાન્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોની અંદર લગાવવામાં આવશે. પીએમ મોદી આ પ્લાન્ટને જેમ બને તેમ જલદી કાર્યરત કરવાના આદેશ આપ્યા છે. આ કાર્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરાશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3,49,691 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,69,60,172 પર પહોંચ્યો છે. જેમાંથી 1,40,85,110 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 26,82,751 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 2767 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,92,311 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 14,09,16,417 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો….
