Aryan khans bail denied

Aryan Khan drugs case update: આર્યન ખાન, અરબાઝ અને મુનમુનની જામીન અરજી ફગાવાઈ, વાંચો આર્યનના વકીલે કોર્ટમાં આપેલી દલીલો વિશે

Aryan Khan drugs case update: આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા છે

બોલિવુડ ડેસ્ક, 08 ઓક્ટોબરઃ Aryan Khan drugs case update: શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઈના કિલા કોર્ટના મેજિસ્ટ્રેટે કરી દીધો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસને લઈને ફસાયેલા આર્યન ખાનની મુસીબત વધી ગઈ છે. આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીનની અરજી કોર્ટ દ્વારા ફગાવી દીધી છે. હવે આર્યનના વકીલ જામીનની અરજી લઈને સેશન કોર્ટ જઈ શકે છે. આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા છે. 

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઈના કિલા કોર્ટના મેજિસ્ટ્રેટે કરી દીધો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સના કેસને લઈને ફસાયેલા આર્યન ખાનની મુસીબત વધી ગઈ છે. આર્યન ખાન, અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચાની જામીનની અરજી કોર્ટ દ્વારા ફગાવી દીધી છે. હવે આર્યનના વકીલ જામીનની અરજી લઈને સેશન કોર્ટ જઈ શકે છે. આર્યન સહિત તમામ આરોપીઓને આર્થર રોડ જેલ મોકલી દેવાયા છે. 

આ પણ વાંચોઃ RBI Monetary policy: આરબીઆઈએ ચાવીરૂપ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નહીં, રિયલ જીડીપીમાં 9.5 ટકાની વૃદ્ધિ થવાની ધારણા

આર્યનના વકીલે કોર્ટમાં શું દલીલો આપી?

સતીશ માનશિંદેએ કોર્ટને જણાવ્યું કે, આર્યનની 2 રાત સુધી પૂછપરછ કરવામાં આવી નથી. તેમ છતાં, એનસીબી આર્યનની કસ્ટડી માંગી રહી છે. માનશિંદેએ કહ્યું કે, એનસીબી વારંવાર કહે છે કે તે મુખ્ય આરોપી સુધી પહોંચવા માંગે છે, પરંતુ ત્યાં સુધી આર્યનને બંધક બનાવી શકાય નહીં. આર્યન કેસ પહેલા અચિત કુમારના કેસની સુનાવણી થઈ. તેને 9 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આર્યનના નિવેદનના આધારે અચિતની ધરપકડ કરવામાં આવી હતી

મેજિસ્ટ્રેટ કોર્ટમાં સતીશ માનશિંદે આગોતરા જામીનની અરજી કરી હતી, જે નામંજૂર કરી દેવાયા છે. મેજિસ્ટ્રેટ કોર્ટને લઈને કહ્યુ હતુ કે આ કેસ સાંભળવા અને જામીન પર કાર્યવાહી કરવાનો હક અહીં રાખ્યો નથી. આ કેસ સેશન કોર્ટ માટે હતો, એવામાં આર્યન સંગ અન્યના વકીલોને સેશન કોર્ટ જવુ જોઈતુ હતુ. સેશન કોર્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ જામીનની અરજી આપવી પડશે. એવામાં હવે સતીશ માનશિંદે સહિત અન્ય વકીલ સેશન કોર્ટમાં જામીનની અરજી કરશે.

આ પણ વાંચોઃ Rain with strong winds: નોરતા રસીકો માટે માઠા સમાચાર, ગુજરાતના આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો- વાંચો વિગત

મુંબઈના કિલા કોર્ટે આર્યન ખાનની અરજીને ફગાવી દીધી છે. કોર્ટનુ કહેવુ છે કે આર્યનની અરજી મેંટેનેબલ નથી, તેથી આને રિજેક્ટ કરવામાં આવે છે. એવામાં હવે આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓને જેલમાં આજે રહેવાનુ હશે. આર્થર જેલ તે જગ્યા છે, જ્યાં કસાબ, અબુ સાલેમ, સંજય દત્ત જેવા લોકોને રાખવામાં આવી ચૂક્યા છે.

આર્યન ખાન સાથે 5 કેદીઓને મુંબઈની સૌથી મોટી જેલ આર્થર જેલના બેરક નંબર 1 માં રાખવામા આવ્યા છે. આ જેલના પહેલા ફ્લોર પર બનેલી એક સ્પેશ્યલ ક્વોરન્ટાઈન બેરક છે. અહીં 5 દિવસ માટે આર્યન ખાન અને અન્યને ક્વારન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. કોઈને યુનિફોર્મ પહેરવાની જરૂર નથી પરંતુ તેમને અન્ય કેદીઓની જેમ જ ટ્રીટ કરવામાં આવશે. આર્યન અને અન્ય 5 કેદીઓને જેલનુ જ ખાવુ પડશે. ક્વોરન્ટાઈનમાં રહેતા જો કોઈને કોરોનાના લક્ષણ લાગે છે તો તેમનો ટેસ્ટ કરવામાં આવશે. આર્યન(Aryan Khan drugs case update) સહિત તમામ અન્યના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તમામે વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ કારણે તેમને લગભગ 5 દિવસનુ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.  

ગૌરી ખાન આજે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. ગૌરીના જન્મદિવસે તેની પુત્રી સુહાનાએ તેની સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સુહાનાએ શાહરૂખ અને ગૌરીની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

ગુરુવારે રિતિક રોશને સોશિયલ મીડિયા પર આર્યન ખાનના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ઘણા સેલેબ્સે તે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.  તેની પોસ્ટ વાંચ્યા બાદ સુહાના ખાન પોતાની જાતને રોકી શકી નહીં અને તેણે તેના પર પ્રતિક્રિયા આપી. સુહાનાએ રિતિકની પોસ્ટ પર કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ તેણે આ પોસ્ટને લાઇક જરૂર કરી.

આ પણ વાંચોઃ Malaria vaccine: આખરે મળી મેલેરિયાની રસી, વિશ્વને થશે આ સૌથી મોટી ફાયદો

ઉલ્લેખનીય છે કે, આર્યન છેલ્લા 7 દિવસથી એનસીબીની ધરપકડમાં હતો. બીજી ઓક્ટોબર, શનિવારના રોજ એનસીબી દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ ન મળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. 

ગુરૂવારે કોર્ટમાં હાજર રહ્યા બાદ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની જામીન અરજી પર કામ શરૂ કરી દીધું હતું. આર્યન ખાને એનસીબીના કાર્યાલયમાં રાત વિતાવી હતી કારણ કે, જેલમાં જવા માટે તેમનો કોરોના ટેસ્ટ નહોતો થયો અને સમય પણ વીતી ગયો હતો. 

Whatsapp Join Banner Guj