Ambaji mandir coins problems: તમારે પરચુરણ ની જરૂર છે? તો સમ્પર્ક કરો અંબાજી મંદિરના
Ambaji mandir coins problems: મંદિર ટ્રસ્ટ પાસે રૂપીયા 70 લાખ જેટલીં પરચુરણ ભેગી થતાં જરૂરીયાતમંદો ને ઘરે બેઠા પહોંચાડવાની પણ જાહેરાત કરાઇ છે.
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૧ ડિસેમ્બરઃ Ambaji mandir coins problems: અંબાજી મંદિર માં મોટી માત્રા માં પરચુરણ પણ શ્રદ્ધાળુંઓ ભંડાર માં નાખતાં હોય છે. તેનો પણ અંબાજી મંદિર ટ્રસ્ટ માં મોટો ભરાવો થવાં પામેલ છે. ને મંદિર ટ્રસ્ટ પાસે રૂપીયા 70 લાખ જેટલીં પરચુરણ ભેગી થતાં જરૂરીયાતમંદો ને ઘરે બેઠા પહોંચાડવાની પણ જાહેરાત કરાઇ છે.
જોકે અંબાજી મંદિરમાં લાખ્ખો રૂપીયા ની પરચુરણ ભેગી થઇ જવા છતાં આ ચલણી નાણાં ની પરચુરણ બેંકો પણ સ્વિકારતી નથી. ને પોતાની પાસે જગ્યા ન હોવાનું કારણ ધરી હાલ મંદિર ટ્રસ્ટ ને લાખ્ખો રૂપીયા નું નુકસાન આ પરચુરણ થકી થઇ રહ્યુ છે. એક તરફ સરકાર ચલણી સિક્કા સ્વિકારવાં માટે પ્રજા ને દબાણ કરવામાં આવે છે ને ન સ્વીકારે તો કાયદેસર ની ફરીયાદ કરવાં જેવી બાબતો પણ સામે આવતી હોય છે બેંકો આ પરચુરણ ન સ્વીકારે તો તેની સામેપણ પગલા લેવાય તે જરુરી છે ………
મંદિર ટ્રસ્ટ માં ભેગી થયેલી લાખ્ખો રૂપીયા ની પરચુરણ બેંકો ન સ્વિકારવા પાછળ શું કારણ હોઇ શકે કે બાબત સ્પષ્ટ કરવી જોઇએ ને પરચુરણ નો નિકાલ કરાવવો જોઇએ….