Edible oil image

food oil price hike in gujarat: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ત્રણ દિવસમાં સિંગતેલમાં 15 નો અને કપાસિયા તેલમાં 35 રૂપિયાનો વધારો- વાંચો વિગત

food oil price hike in gujarat: ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. ફરી સીંગતેલનો ડબો 2300 એ પહોંચ્યો

રાજકોટ, 22 જાન્યુઆરી: food oil price hike in gujarat: કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીનો માર પણ શરુ થઇ ગયો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સોયાબીન તેલની મળતર ઓછી થતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ ઉચકાયા છે. ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. ફરી સીંગતેલનો ડબો 2300 એ પહોંચ્યો.તો કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો ઝીંકાયો છે. જેની સીધી અસર લોકોના બજેટ પર પડશે.

સનફ્લાવર, કોર્ન ઓઈલ, અને ઘીના ભાવ યથાવત છે. પરંતુ સોયાબીનને કારણે કપાસિયા તેલ અને  સિંગતેલના ભાવ ઊંચકાયા છે. આ ભાવવધારો ગૃહિણીઓ માટે કમરતોડ બની રહેશે. જેની સીધી અસર ઘરના બજેટ પર થશે. ગૃહિણીઓને શાકભાજી, દાળ સહિત કિચનમાં વપરાતી અનેક વસ્તુઓ પર ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વેપારીઓનુ કહેવુ છે કે સિંગતેલ અને કપાસિયા તેલમાં હજી પણ ભાવ વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં આ ભાવ વધારો જોવા મળશે. 

આ પણ વાંચોઃ Gujarat police action: DGP આશિષ ભાટીયાએ કહ્યું, ગાઈડલાઈનનુ પાલન નહિ થાય તો કાર્યવાહી થશે- વાંચો વધુ વિગત

Gujarati banner 01