Man trapped between hills for 2 days

Man trapped between hills for 2 days: 3 દિવસ સુધી પહાડની બખોલમાં ફસાયેલો રહ્યો યુવક, આ રીતે બચ્યો યુવકનો જીવ

Man trapped between hills for 2 days: કેરળના પલક્કડ જિલ્લામાં ટ્રેકિંગ પર ગયેલો બાબુ પહાડીમાં એ રીતે ફસાઈ ગયો કે આ ઘટના પોતે જીવનભર ભૂલી શકશે નહીં

તિરુવનંતપુરમ, 09 ફેબ્રુઆરીMan trapped between hills for 2 days: કેરળમાં ત્રણ દિવસથી પહાડની બખોલમાં ફસાયેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયો છે અને તેને સીધો હોસ્પિટલ ખસેડાયો છે. ભારતીય સેના અને વાયુસેનાના જોઈન્ટ ઓપરેશન બાદ યુવકને રસ્સીના સહારે ઉપર ખેંચવામાં આવ્યો. યુવક બે પહાડીઓ વચ્ચે ફસાઈ ગયો હતો. 

કેરળમાં 3 દિવસ પહેલા ટ્રેકિંગ પર ગયેલા આર બાબુ નામના આ યુવકનો પગ લપસી ગયો હતો અને તે બે પહાડીઓ વચ્ચે ફસાઈ ગયો. ત્યારબાદ બાબુએ પોતે આ દુર્ઘટનાની સૂચના નીચે તેની રાહ જોઈ રહેલા લોકોને આપી. કેરળના પલક્કડ જિલ્લામાં ટ્રેકિંગ પર ગયેલો બાબુ પહાડીમાં એ રીતે ફસાઈ ગયો કે આ ઘટના પોતે જીવનભર ભૂલી શકશે નહીં. 

આર બાબુના પડતા જ પહેલા તો તેના સાથીઓએ તેને બચાવવાની કોશિશ કરી. પરંતુ જ્યારે તેઓ સફળ ન થયા તો તેમણે સ્થાનિક પ્રશાસનને તેની સૂચના આપી. સોમવાર રાત સુધીમાં સફળતા ન મળતા મંગળવારે ફરીથી કોશિશ કરાઈ. પણ સફળ ન થયા. 

લગભગ બે દિવસ સુધી આર બાબુને ખાવાનું અને પાણી ન મળ્યું. ત્યારબાદ સ્થાનિક વિધાયક એ.પ્રભાકરને મુખ્યમંત્રી અને જિલ્લાના મંત્રી કૃષ્ણનકુટ્ટી સાથે મુલાકાત કરી તેમને આ સ્થિતિથી માહિતગાર કર્યા. 

બાબુના રેસ્ક્યૂ માટે NDRF ની સાથે અનેક ટીમો લાગી હતી. પરંતુ સીધી ચડાઈ પહાડ પર શક્ય નહતી થઈ શકતી. આ દરમિયાન મંગળવારે હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ હતી પરંતુ સફળતા ન મળી. 

મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને યુવકને બચાવવા માટે ભારતીય સેનાની મદદ માંગી. ત્યારબાદ બેંગ્લુરુથી વાયુસેના અને સેના મદદ માટે પહોંચ્યા. 

આ પણ વાંચોઃ Manoj agrawal corruption: રાજકોટ પોલીસ પર તોડકાંડ બાદ વધુ એક આરોપ, પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો લખાવી લેવાઈ -વાંચો વિગત

ત્યારબાદ બેંગ્લુરુ અને વેલિંગ્ટનથી સેનાની ટીમ અને ભારતીય વાયુસેના ઉપરાંત કેટલાક પર્વતારોહકોની ટુકડી મદદ માટે પહોંચ્યા. સૌથી પહેલા બાબુ સુધી ખાવાનું અને પાણી પહોંચાડવામાં આવ્યા. ત્યારબાદ બચાવકાર્ય માટે સેનાના વિશેષજ્ઞોએ આધુનિક સામાન અને રસ્સીની મદદથી બાબુને બચાવીને બહાર કાઢ્યા. 

Gujarati banner 01