Health Minister Rushikesh Patel: આરોગ્યમંત્રી અંગદાતાના આંગણે જઇ પરીવારને સાંત્વના આપી
Health Minister Rushikesh Patel: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાતા ભાવનાબેન ઠાકોરના બેસણામાં જઇ પરિવારજનોના સત્કાર્યને બિરદાવ્યુ
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, 17 ફેબ્રુઆરી: Health Minister Rushikesh Patel: આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે અંગદાતા ભાવનાબેન ઠાકોરના આંગણે જઈ પરિવારજનોને સાંત્વના આપી હતી. મંત્રીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ભોજવા ગામે અંગદાતા ભાવનાબેન ઠાકોરના બેસણામાં હાજરી આપી હતી.

આરોગ્ય મંત્રી એ ભાવનાબેનના પરિવારજનોને પ્રશસ્તિ પત્ર આપીને આ સેવાકાર્ય બદલ તેમના સ્વજનોનું સન્માન પણ કર્યું હતું.
પરિવારજનોએ કરેલા અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય રાજ્યના અનેક પરિવારો માટે ઉદાહરણરૂપ બની રહેશે એવો ભાવ મંત્રીએ આ ભાવુક ક્ષણે પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચો…Evergreen Madhuri Dixit: બોડીકોન ડ્રેસમાં ધકધક ગર્લે ધડકાવ્યા ચાહકોના દિલ, જુઓ માધુરીની ગ્લેમર્સ લુક
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ ભાવનાબેન ઠાકોર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો હતો. અંગદાનમાં બે કીડની અને લિવરનું દાન પ્રાપ્ત થયું હતું. જે અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.જેના થકી જરૂરિયાત મંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે.