air india flight

Flight for Indian students living in Ukraine: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એર ઈન્ડિયાએ કરી સ્પેશિયલ ફ્લાઈટ્સ વધારવાની જાહેરાત

Flight for Indian students living in Ukraine: સરકારે કોરોના વાઈરસના કારણે એર બબલ એગ્રીમેન્ટ હેઠળ યુક્રેન પરિવહન કરવા માટેની સીમિત ફ્લાઈટ્સ સંચાલિત કરવાનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Flight for Indian students living in Ukraine: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ તરફથી ફ્લાઈટ્સ ન મળવાને લઈને કરવામાં આવી રહેલી ફરિયાદો બાદ ભારત સરકાર એક્ટિવ થઈ છે. સરકારે કોરોના વાઈરસના કારણે એર બબલ એગ્રીમેન્ટ હેઠળ યુક્રેન પરિવહન કરવા માટેની સીમિત ફ્લાઈટ્સ સંચાલિત કરવાનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઈન્ડિયન એવિએશન મિનિસ્ટ્રી (MOCA)એ આજે આની જાહેરાત કરી છે અને કહ્યું કે હવે યુક્રેન માટે એરલાઈન્સ ઈચ્છે તેટલી ફ્લાઈટ્સ સંચાલિત કરી શકે છે. સાથે જ સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પણ ઓપરેટ કરી શકાય છે.

MOCAએ ફ્લાઈટ્સની સંખ્યા પર લાગેલા કાપની સાથે જ ભારતીય એરલાઈન કંપનિઓને તાત્કાલીક યુક્રેન માટે ફ્લાઈટ્સ વધારવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયના આ નિર્ણય બાદ એર ઈન્ડિયાએ યુક્રેન માટે સ્પેશિયલ ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓએ કહ્યું- ત્રણ ગણું ભાડું આપીને પણ ફ્લાઈટની ટિકિટ નથી મળી રહી
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સંભાવનાઓ વચ્ચે ત્યાં અભ્યાસ કરી રહેલા આશરે 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને મદદ માટે વિનંતી કરી રહ્યા છે. ભાસ્કરે 5 હજાર કિલોમીટર દૂર યુક્રેનમાં ફસાયેલા બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના વિદ્યાર્થીઓ જોડે મંગળવાર અને બુધવારે વાત કરી ત્યાના હાલચાલ પૂછ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે ફ્લાઈટ્સની ટિકિટો ત્રણ ગણી મોંઘી થઈ ગઈ છે અને ખૂબ જ ઓછી ફ્લાઈટ્સ હોવાથી વધુ ભાડુ આપવા છતા ફ્લાઈટ્સ મળી રહી નથી. વિદ્યાર્થીઓએ સરકાર પાસે એરલિફ્ટ કરાવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ Bhavnath mela gets approval: આ વર્ષે યોજાશે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળો, મળી મંજૂરી

સરકારે કહ્યું હતું કે અમે એક્સ્ટ્રા ફ્લાઈટ્સનું એરેન્જમેન્ટ કરી રહ્યા છીએ
વિદ્યાર્થીઓની માગ સાંભળતા જ કેન્દ્ર સરકારે બુધવારે જ ભારતીય વિદેશ મંત્રાલય સાથે જ યુક્રેનમાં હાજર ભારતીય દૂતાવાસમાં પણ સ્પેશિયલ કંટ્રોલ રુમ બનાવી દીધા હતા, જે યુક્રેનમાં હાજર ભારતીય નાગરીકોની દરેક સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરશે. સાથે જ સરકારે જાહેરાત કરી હતી કે બંને દેશો વચ્ચે વધુમાં વધુ ફ્લાઈટ્સ ગોઠવવામાં આવી રહી છે. ત્યાર બાદ યુક્રેનની રાજધાની કીવમાં હાજર ભારતીય દૂતાવાસના પણ વિદ્યાર્થીઓને ફ્લાઈટ્સનું એરેન્જમેન્ટ કરવાનું આશ્વાસન આપવાનું નિવેદન જાહેર કર્યું હતું.

ભારતથી પરિવાર ફોન પર યુદ્ધની સ્થિતિ પૂછે છે
ચેક ગણરાજ્યની ચાર્લ્સ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વૈશાખ માનાથ પનક્કલનું કહેવુ છે કે યુદ્ધ થવા પર યુરોપમાં અસર થશે. ચેક ગણરાજ્યમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થી ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. પરિવારના સભ્યો ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને ફોન કરીને યુદ્ધની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Gujarati banner 01