Ranpur rape case: ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાને 2 દિવસ વાડીએ ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું
Ranpur rape case: રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તા.11માર્ચના રોજ સવારે 11.૦૦ કલાકે કિનારા ગામનો હિમ્મત સામજી ડાભી નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી.
બોટાદ, 15 માર્ચ: Ranpur rape case: રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી 23 વર્ષીય નરાધમે સગીરાને વાડીમાં બે દિવસ સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તા.11માર્ચના રોજ સવારે 11.૦૦ કલાકે કિનારા ગામનો હિમ્મત સામજી ડાભી નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી.
Ranpur rape case: સગીરા યુવકના ઘરે પહોંચે તે પહેલા આ યુવકે ફરીથી સગીરાને ફોન કરીને કિનારા ગામે આવેલી સુખાભાઈ ભરવાડની વાડીએ આવવાનું કહેતા આ સગીરા સુખાભાઈ ભરવાડની વાડીએ ગઈ હતી ત્યાં આ નરાધમ યુવકે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સગીરાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બે દિવસ સુધી બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરતા 12માર્ચનાં રોજ સાંજે 5.૦૦ કલાકે સગીરાને વાડીએથી ભાગવાનો મોકો મળતા સગીરા ભાગીને તેના ઘરે આવીને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવતા સગીરાનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં 14 માર્ચનાં રોજ આરોપી હિમ્મત સામજી ડાભી (ઉ.વ.23) વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા રાણપુર પોલીસે પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ એસ બી ચૌધરી સીપીઆઈ બોટાદ કરે છે.
જ્યારે સગીરાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી.
રાણપુર પોલીસે (Ranpur rape case) આરોપીને ઝડપી પાડવા રાણપુર, બરવાળા અને પાળિયાદ પોલીસ તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જીની જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરતા પોલીસે આરોપી હિમ્મત સામજી કોળીને 13માર્ચનાં રોજ મોડી રાત્રે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામેથી ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

