CM Bhupendra Patel laid a wreath: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી
CM Bhupendra Patel laid a wreath: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર સદ્દગતને અંતિમ વિદાય આપી હતી.
ગાંધીનગર, 15 માર્ચ: CM Bhupendra Patel laid a wreath: મુખ્યમંત્રી આજે મંગળવારે સવારે ભિલોડા પહોચ્યા હતા અને ગઇકાલે સોમવારે, ચેન્નાઇમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.

CM Bhupendra Patel laid a wreath: મુખ્યમંત્રી સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ,પૂંજાભાઇ વંશ, જશુભાઇ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.