SC hearing on Corona death compensation: કોરોના મોતના વળતર અંગે સુપ્રીમકોર્ટમાં સુનાવણી પૂરી, ચુકાદો અનામત

SC hearing on Corona death compensation: કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, વળતર માટે સૌથી વધુ નકલી પ્રમાણપત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશમાં બન્યા

નવી દિલ્હી, ૨૨ માર્ચ: SC hearing on Corona death compensation: કોરોનાથી થયેલાં મૃત્યુમાં વળતર મેળવવા નકલી પ્રમાણપત્ર બનાવવા અને વળતરની અરજીની સમયમર્યાદા નક્કી કરવાના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે સુનાવણી પૂરી (SC hearing on Corona death compensation) કરીને ચુકાદો અનામત રાખ્યો છે. આ પહેલાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, વળતર માટે સૌથી વધુ નકલી પ્રમાણપત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશમાં બન્યા છે. આ દરમિયાન કોર્ટે નકલી પ્રમાણપત્રોની રેન્ડમ તપાસ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કરાવવાનો સંકેત આપ્યો હતો.

જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નની બેન્ચે એ પણ સંકેત આપ્યો છે કે, કોરોનાથી મોતના મામલામાં અરજી માટે 60 દિવસ અને ભવિષ્યમાં કોરોનાથી થતા મોત માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરી શકે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના કુટુંબીજનોને રૂ. 50 હજાર વળતર આપવાનો આદેશ કર્યો હતો. બાદમાં દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી વળતર વહેંચવામાં આવ્યું.

આ પણ વાંચો: West bengal birbhum violence: બંગાળમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા, 12 મકાનોને ચાંપી આગ, અત્યાર સુધીમાં 10ના મોત

હાલના દિવસોમાં કેન્દ્રએ અનેક રાજ્યોમાં નકલી મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાની માહિતી આપી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે, અમે એવા નકલી દાવાનો ઉકેલ લાવીશું, પરંતુ આ અંગે માહિતી આપો. આવા મામલાની ઓળખ અને તેના પર કાયદેસરની કાર્યવાહી માટે કેન્દ્ર સરકાર કાયદાના અને આરોગ્યના નિષ્ણાતો સાથે મળીને કેટલાક દિશાનિર્દેશ તૈયાર કરીને રાજ્યોને પહોંચાડ્યા છે.

આ સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સરકારી આંકડા પ્રમાણે 10,941 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 1.03 લાખ લોકોને 50-50 હજારની સહાય મળી છે. જેટલા લોકોને સહાય મળી છે તેનાથી કેટલાક ગણા વધુ લોકોને સહાય માટે અરજીઓ કરી હતી.

Gujarati banner 01