Amit shah 1

Amit shah gujarat visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત

Amit shah gujarat visit: ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના સંસદ વિસ્તાર કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરી શકે છે લોકાર્પણ, જનસભાને સંબોધન કરે તેવી શક્યતા

ગાંધીનગર, ૨૨ માર્ચ: Amit shah gujarat visit: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે ગુજરાત (Amit shah gujarat visit) આવશે. તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના સંસદ વિસ્તાર કલોલમાં જનસભાને સંબોધન કરે તેવી શક્યતા છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા અને ગ્રામ વિકાસ માટે સંરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજી શકે છે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ પણ ચાલુ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ 26 માર્ચે પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.

કલોલમાં તેઓ (Amit shah gujarat visit) 1કરોડના ખર્ચે તૈયાર થનારા સરદાર બાગના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાત મુહુર્ત અને 18 કરોડના ખર્ચે તૈયાર થનારા રેલવે પૂર્વ બ્રિજનાં ખાત મુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ (Amit shah gujarat visit) કલોલ તાલુકામાં એક વિશાળ જનસભાને પણ સંબોધન કરશે.

આ પણ વાંચો: Trains run partially diverted route: રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે, જાણો આ વિશે….

અમિત શાહ પોતાની ગુજરાત (Amit shah gujarat visit) મુલાકાત દરમિયાન સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે જિલ્લાના ગામોના સરપંચોનો અભિપ્રાય મેળવશે. ગામોનો વિકાસ કેવી રીતે જિલ્લા માટે મહત્વનો ભાગ ભજવી શકશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોનો મત મેળવવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવા બાબતે તૈયારીઓ થવાની સંભાવના છે. હાલ આ મુલાકાત 2022 વિધાનસભાની ચૂંટણી માટે કલોલ તાલુકા માટે મહત્વ ની સાબિત થઈ શકે છે.

આ પહેલા 13 માર્ચે તાપીમાં દેશના પ્રથમ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah gujarat visit) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલકોને સંબોધન કર્યુ હતું. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન પણ અમિત શાહ ગુજરાત આવ્યા હતા. આમ વારંવારની અમિત શાહની ગુજરાત મુલાકાત જાણે ચૂંટણી પહેલાની તૈયારીઓની સૂચક બની રહી છે.

Gujarati banner 01