Fire in timber godown

Fire in timber godown: લાકડાના ગોદામમાં આગ હોનારત, 11ના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત- વાંચો વિગત

Fire in timber godown: હૈદરાબાદના બાયોગુડા ખાતે લાકડાના એક ગોદામમાં આગ લાગવાના કારણે 11 લોકોના સળગી જવાથી મોત થયા

હૈદરાબાદ, 23 માર્ચઃ Fire in timber godown: તેલંગાણાના હૈદરાબાદ ખાતે બુધવારે ભારે મોટી આગ હોનારતની ઘટના બની છે. હૈદરાબાદના બાયોગુડા ખાતે લાકડાના એક ગોદામમાં આગ લાગવાના કારણે 11 લોકોના સળગી જવાથી મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો આગની ઝાળ લાગવાના કારણે દાઝી ગયા છે. 

આગ હોનારત બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાના કારણે ત્યાં કામ કરતાં લોકો જીવતા ભૂંજાયા હતા અને તેઓ સૌ બિહારના હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને પોલીસે આ મામલે તપાસ આરંભી છે. 

આ પણ વાંચોઃ Murder of a Hindu girl in Pakistan: પાકમાં હિન્દુ છોકરીની હત્યા, અપહરણ અને ધર્મપરિવર્તનનો વિરોધ કર્યો તો માથામાં ગોળી મારી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01