Controversial statement of Bharat Solanki: કોંગ્રેસી નેતા ભરત સોલંકીની જીભ લપસી, રામ મંદિર વિશે કહી આ વાત- તો હાર્દિક પટેલે કહ્યું- તે પહેલેથી જ રામ વિરોધી છે
Controversial statement of Bharat Solanki: હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસની આ જ હકીકત છે, તે પહેલા થી જ રામ વિરોધી રહ્યા છે અને આજે તે વાત સામે પણ આવી ગઇ.
ગાંધીનગર, 24 મેઃ Controversial statement of Bharat Solanki: રામશીલા વાળાને મારે પુછવુ છે કે, તે જે સંગ્રહ કરીને શું કરવા માંગો છો. કોંગ્રસ નેતા ભરત સોલંકી વધુમાં બોલ્યા કે અમે તો રામના નામ પર સંગ્રહ કરી રહ્યા છે અને તેને હવામાં ઉછાળી રહ્યા છે તો રામને જે જોઇએ તે રામ લઇ લે, બાકી અમે રાખી લઇશું. તેવામાં સરકાર દ્વારા કરોડો રુપિયા આપવા છતા લોકો રામ મંદિરના નામે ઘરે ઘરે જઇને પૈસા ઉગરાવે છે. મારી ભોળી માતા અને બહેનો તે જમાનાની રામ શિલાની વાત મને ખબર છે.
તે શિલાને કુમકુમ તિલર ચંદન લગાવીને પોતાના માથે ઉઠાવતા હતા અને લઇ જતા હતા. તથા ઢોલ નગારા સાથે ગામની શેરીના ખૂણા પર રાખીને આવતા હતા. મનમાં થતુ હતુ કે હવે અમને અમારુ રામ મંદિર બનશે અને અમે અમારા પરિવાર સાથે ખાલી થઇ ગઇ તે જગ્યા હવે ત્યાં કુતરા પેશાબ કરી રહ્યા છે. તમે જ વિચારો જે રામ ને દગો આપી શકે છે તે તમને દગો કેવી રીતે ન આપે
કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીના આ નિવેદનને લઇ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસની આ જ હકીકત છે, તે પહેલા થી જ રામ વિરોધી રહ્યા છે અને આજે તે વાત સામે પણ આવી ગઇ.
મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જનતાની ભાવનાઓને દુભાવવાનું કામ કરે છે. હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકશાન પહોંચાડવાનું પ્રયાસ કરે છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રસના નેતાએ નિવેદન આપ્યુ કે, રામ મંદિરની ઇંટો પર કુતરા પેશાબ કરે છે..!
હું આ કોંગ્રેસ અને આ નેતાઓને પુછવા માંગુ છું કે, તમને ભગવાન શ્રી રામથી શું દુશ્મની છે? અયોધ્યામાં ભગવાન રામ મંદિર પણ બની રહ્યું છે. તેમ છતા કોંગ્રેસના નેતા ભગવાન શ્રીરામ વિરુદ્ધમાં આડેધડ નિવેદન આપતા રહે છે.

