Address by the PM of Japan at the AMA

Address by the PM of Japan at the AMA: અમદાવાદી ગૌરવની ક્ષણ અમદાવાદ એ.એમ.એ.માં જાપાનમાં વડાપ્રધાન તરફથી સંબોધનમાં પ્રેમપૂર્વક ઉલ્લેખ મળ્યો

Address by the PM of Japan at the AMA: છેલ્લા 8 વર્ષમાં જાપાનની આ તેમની પાંચમી મુલાકાત છે. ટોક્યોની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે અહીં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા.

અમદાવાદ, 24 મેઃAddress by the PM of Japan at the AMA: અમદાવાદી ગૌરવની અદ્ભુત ક્ષણ એવા અમદાવાદ એએમએ ઝેન- કાઇઝેનને 23મી મે, 2022ના રોજ જાપાનમાં વડાપ્રધાન મોદીજી તરફથી તેમના સંબોધન દરમિયાન એક પ્રેમપૂર્વક ઉલ્લેખ મળ્યો હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મે, 2022ને સોમવારના રોજ ક્વોડ નેતાઓની સમિટમાં હાજરી આપવા બે દિવસની મુલાકાતે જાપાન પહોંચ્યા હતા.

છેલ્લા 8 વર્ષમાં જાપાનની આ તેમની પાંચમી મુલાકાત છે. ટોક્યોની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારત અને જાપાન કુદરતી ભાગીદારો છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાને મહત્વની ભૂમિકા ભજવી છે. હિંસા, અરાજકતા, આતંકવાદ, જળવાયુ પરિવર્તન જેવા પડકારોથી માનવતાને બચાવવા માટે વિશ્વએ બુધ્ધ દ્રારા બતાવેલ માર્ગ પર ચાલવાની જરૂર છે.

આ પણ વાંચોઃ 500 workers joined BJP: ના..ના.. કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે… આખરે હાથનો સાથે છોડી કેવલે ભિલોડામાં 500 કાર્યકરો સાથે કમળ પકડ્યું

આજે વિશ્વને ભગવાન બુધ્ધ દ્રારા બતાવેલ માર્ગ પર ચાલવાની જરૂર છે. ભારતનો જાપાન સાથેનો સંબંધ આધ્યાત્મિકતા, સહયોગ અને સંબંધનો છે.” માનનીય વડાપ્રધાન મોદીજીએ તેમની કર્મભૂમિ અમદાવાદને યાદ કરી અને 21મી સદીમાં ભારત અને જાપાનને વધુ નજીક લાવવા માટે અને ભારત-જાપાન સંબંધોના ઈતિહાસમાં તેની ભૂમિકા માટે અમદાવાદમાં AMAનાં જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Omicron variant first case in vadodara: વડોદરામાં કોરોના ઓમિક્રોન વેરિયન્ટના BA.5 નો પ્રથમ કેસ નોંધાયો- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.