Jamnagar photo exhibition: હેરિટેજ જામનગર વિષય ઉપરનું તસ્વીર પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકાયું
રિપોર્ટ: જગત રાવલ
Jamnagar photo exhibition: રણમલતળાવ ગેટ નંબર પાંચ નજીક યોજાયેલ પ્રદર્શનમાં હેરિટેજ જામનગરની અદભુત તસ્વીર જોવાનો અવસર
જામનગર, ૧૫ ઓગસ્ટ: Jamnagar photo exhibition: જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ જામનગર તેમજ હર ઘર તિરંગા વિષય ઉપર તસવીર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર સ્પર્ધા ના વિજેતાઓને ચાંદી બજારમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તસવીરોનું પ્રદર્શન રણમલ તળાવ ગેટ નંબર 5 પાસે લાખોટા તળાવમાં જવાના ગેટ નજીક યોજવામાં આવ્યું છે. જે ૧૫ ઓગસ્ટ અને ૧૬ ઓગસ્ટના સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ હેરિટેજ તસવીર સ્પર્ધા ફોટો પ્રદર્શનની નું ઉદઘાટન પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા તેમજ કમિશનર વિજય ખરાડી હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા મહામંત્રી મેરામણભાઇ ભાટુ તેમજ કોર્પોરેટર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, આ તસવીર સ્પર્ધાના નિર્ણાયક તરીકે લાખોટા મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ બેન હિંગળાજિયા જાણીતા ફોટો જર્નાલિસ્ટ શરદભાઈ જોશી તેમજ પત્રકાર અને વાઈડલાઈફ તસવીર કાર જગત રાવલે સેવા આપી હતી.
સમગ્ર ફોટો પ્રદર્શનની અને ફોટોસ્પર્ધાને સફળ બનાવવા માટે લાખોટા મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ બેન તેમજ જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના પ્રમુખ પંકજભાઈ ભટ્ટ મંત્રી સંદીપભાઈ દોશી, દીપકભાઈ લાખાણી, હર્ષિતભાઈ પોપટ વનરાજસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ જયેશભાઈ નાખવા સહિતના સદસ્યો અને રાજુભાઈ યાદવ વિગેરે જેહમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: Nasal Corona Vaccine: હવે નાકથી આપી શકાશે કોરોના વેક્સીન, રસીનો ટ્રાયલ થયો પૂર્ણ