Know about latest whatsapp features: વોટ્સએપ પર જ ડાઉનલોડ થશે માર્કશીટ, પાન કાર્ડ અને DL, જાણીલો આ રીત

Know about latest whatsapp features: WhatsApp હવે માત્ર એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ નથી. આના પર ચેટ સિવાય અન્ય ઘણા ફિચર્સનો ઉપયોગ કરી શકાય છે. આના પર માર્કશીટ સિવાય અન્ય ઘણા ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકાય છે. આ માટે તમારે ચેટબોટની મદદ લેવી પડશે. અહીં જાણો સંપૂર્ણ વિગતો.

બિઝનેસ ડેસ્ક, 02 નવેમ્બર: Know about latest whatsapp features: વોટ્સએપ ખૂબ જ પોપ્યુલર મેસેજિંગ એપ છે. વિશ્વભરના લાખો લોકો તેનો ઉપયોગ કરે છે. તમે તેનો ઉપયોગ કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે વીડિઓ કોલ કરવા માટે કરી શકો છો. હવે WhatsApp ચેટબોટ પણ કોમ્યુનિકેશનનું આવશ્યક સાધન બની ગયું છે.

આના દ્વારા તમે વોટ્સએપ પર જરૂરી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. MyGov ચેટબોટનો ઉપયોગ કરીને, તમે ડિજીલોકરમાંથી જરૂરી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. તમે WhatsApp પર ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. આ માટે માત્ર એક જ શરત છે—આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારા ડિજીલોકરમાં સેવ કરવા જરૂરી છે.

આ મોબાઈલ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે

Know about latest whatsapp features: સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 9013151515 મોબાઈલ નંબર સેવ કરવો પડશે. તમે તેને MyGov તરીકે સેવ કરો. ત્યારબાદ વોટ્સએપ ઓપન કરો અને ન્યુ ચેટના ઓપ્શન પર જાઓ. અહીં તમારે MyGov સાથે ચેટ વિન્ડો ખોલવી પડશે.

આ પણ વાંચોBeauty tips: મેકઅપ કર્યાના કલાકો પછી પણ ચહેરો ફ્રેશ દેખાશે- બસ અનુસરો આ ટિપ્સ

તમે Hi, Digilocker અથવા Namaste ટાઈપ કરીને નવી ચેટ શરૂ કરી શકો છો. વોટ્સએપ પર પહેલીવાર ડિજીલોકર એક્સેસ કરવા માટે તમારે આધારથી ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું પડશે. (Know about latest whatsapp features) અહીંથી તમે ઘણા ડોક્યુમેન્ટ્સ એક્સેસ કરી શકો છો. ચેટ શરૂ કર્યા પછી તમને ઘણા ઓપ્શન મળશે. ત્યારપછી તમે વોટ્સએપ પર જરૂરિયાત મુજબ કોઈપણ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે ફક્ત તેને ઓપ્શનમાંથી પસંદ કરવાનું રહેશે.

Know about latest whatsapp features: તમે WhatsApp પર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), વીમા ડોક્યુમેન્ટ, કોવિડ રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે CBSE ધોરણ-10ની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ અને CBSE ધોરણ-12ની માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકો છો.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *