Morbi shraddhanjali 2

Tributes to those who died on the bridge in Morbi: જામનગર મહાનગરપાલિકા દ્વારા મોરબીમાં કેબલ બ્રિજમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાય

અહેવાલ: જગત રાવલ
જામનગર, 02 નવેમ્બર:
Tributes to those who died on the bridge in Morbi: જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 11 થી 12 દરમિયાન મોરબી મુકામે તા -30/10/22 ના સાંજના સમયે કેબલ બ્રીજ (ઝૂલતો પૂલ) તૂટવાની આકસ્મિક દુર્ઘટનામા અવસાન પામેલા નાગરિકો પ્રત્યે માનવ સહજ સંવેદનાઓ વ્યક્ત કરવા સમગ્ર ગુજરાત રાજ્યમા રાજકીય શોક જાહેર કરવામા આવેલ છે અને તે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ઉકત દુર્ઘટનામા અવસાન પામેલ નાગરિકોના દિવંગત આત્માને શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય એ માટે તા-2/11/22 ના રોજ એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે તેમજ જામનગર શહેર ના તમામ વોર્ડ નં (૧) થી (૧૬) મા આવેલ સોલીડ વેસ્ટ શાખાની વોર્ડ ઓફિસ ખાતે પણ સવારના ૧૧ થી ૧૨ દરમિયાન પ્રાર્થનાસભા નુ આયોજન કરવામા આવ્યું હતું

Tributes to those who died on the bridge in Morbi

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં (Tributes to those who died on the bridge in Morbi) જામનગરના મેયર બીનાબેન કોઠારી , સાંસદ પુનમબેન માડમ , ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા , શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા દંડક કેતનભાઇ સહિત તમામ પદાધિકારીઓ, મ્યુનિ.સભયશ્રીઓ,શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિત સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઇ ભાટું, વિજયસિંહ જેઠવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, જામનગર મહાનગર પાલિકા ના કમિશનર વિજય કુમાર ખરાડી , નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, આસિ. કમિશનર કોમલબેન પટેલ, ઈ.ડી.પી. મેનેજર મુકેશભાઈ વરણવા, શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ સહિતતમામ શાખા ના અધિકારીઓ,કર્મચારીઓ સહિત જામનગર શહેર ના નગરજનો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા, અને બે મિનિટ નુ મૌન પાળીને ત્યારબાદ શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.

આ પણ વાંચો…Know about latest whatsapp features: વોટ્સએપ પર જ ડાઉનલોડ થશે માર્કશીટ, પાન કાર્ડ અને DL, જાણીલો આ રીત

Gujarati banner 01