Awarded to Rajkot Collector: રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત કરાયો
Awarded to Rajkot Collector: વર્ષ ૨૦૧૮-૧૯માં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ અરુણ મહેશ બાબુ એવોર્ડથી સન્માનિત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કલેક્ટર અરુણ મહેશ બાબુને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત(Awarded to Rajkot Collector) કરાયો
રાજકોટ, ૨૫ ડિસેમ્બર: Awarded to Rajkot Collector: ૨૫ ડિસેમ્બર પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈના જન્મદિવસને ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણીમાં ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં કલેકટર તરીકે કાર્યરત અરુણ મહેશ બાબુ આ પૂર્વે વર્ષ ૨૦૧૮-૧૯માં અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતા. અમદાવાદ જિલ્લામાં કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ અરુણ મહેશ બાબુને આજરોજ મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ આપી સન્માનિત (Awarded to Rajkot Collector) કરવામાં આવ્યા હતા.
અરુણ મહેશ બાબુએ આ તકે ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, મને અમદાવાદ જેવા મેટ્રો સિટી સંલગ્ન જિલ્લામાં કામગીરી કરવાનો અવસર આપવામાં આવ્યો હતો. મારી સાથે આ એવોર્ડના હકદાર મારા સહ કર્મચારીઓ પણ છે. આગામી સમયમાં પણ આ જ રીતે શ્રેષ્ઠ કામગીરી કરવાના પ્રયત્નો કરતા રહીશું એમ કહીને બાબુએ કર્મનિષ્ઠ અધિકારી તરીકેનો કોલ આપ્યો હતો.
આ એવોર્ડ મળવા બદલ અરુણ મહેશ બાબુએ ઈશ્વર, માતા – પિતા તેમજ તેમના સાથી મિત્રોનો આભાર માન્યો છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ ગીતાના શ્લોકને સાર્થક કરતા કર્મમાં માનતા રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે એવોર્ડ મળતા રાજકોટ વાસીઓનુંગૌરવ વધાર્યું છે.