Ambaji cycle distribution

Ambaji cycle distribution: અંબાજીમાં દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સાથે વિનામુલ્યે સાયકલ વિતરણ કેમ્પ યોજાયો

Ambaji cycle distribution: જંગલ વિસ્તારમાંથી અભ્યાસ અર્થે શાળાએ જતા 20 જેટલા વિદ્યાર્થીઓ ને વિનામૂલ્ય સાયકલ પણ વિતરણ કરવામાં આવી

અંબાજી, 16 એપ્રિલ: Ambaji cycle distribution: દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. જ્યાં વિભિન્ન રોગોથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત તબીબોને લઈ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા આવા અનેક આદિવાસી વિસ્તારમા રહેતા અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખાસ કરીને કાડિઓલોજીસ્ટ, જનરલ ફિજિશિયન, ઓર્થોપેડિક, ENT સહીતના અનેક રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરી હતી, એટલુંજ નહીં આજના સમયમાં મોંઘી દવાઓ બજારથી લેવી પોસાય તેમ નથી હોવાથી અમદાવાદની HOF ફાર્માસીટીકલ કંપની દ્વારા તમામ દર્દીઓ ને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા ને આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પની સાથે દૂર જંગલ વિસ્તારમાંથી અભ્યાસ અર્થે શાળાએ જતા 20 જેટલા વિદ્યાર્થીઓ ને વિનામૂલ્ય સાયકલ પણ વિતરણ કરવામાં આવી હતી. સાથે જિલ્લા પોલીસ વડા એ અંબાજી સ્થિત શ્રી શક્તિ સેવાકેન્દ્ર ની કામગીરી ને બિરદાવી હતી.

જોકે આ પ્રંસગે ઉપસ્થિત રહેલા માર્કેટિંગ મેનેજર હિરેનભાઈ એ જણાવ્યું હતું કે આ કેમ્પમાં વધુ સારવાર ની જરૂરિયાત વાળા દર્દીઓ ને અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલ માં પ્રથમ પ્રાયોરિટી અપાશે ને માત્ર ટોકન દર ના ચાર્જ વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવશે, અંબાજી ખાતે યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પ માં 600 ઉપરાંત વિવિધ પ્રકારના દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નાં તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ, દાંતા મામલતદાર હર્ષા બેન પણ ઊપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Saurastra tamil sangam: સમાન ગોત્ર, સમાન લગ્ન વિધિ સાથે સૌરાષ્ટ્ર તમિલ મિલાપનુ અદભુત સંગમ સ્થળ બન્યું છે સોમનાથ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો