Karnataka CM Announcement: કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે સિદ્ધારમૈયા, આ તારીખે લેશે શપથ

Karnataka CM Announcement: સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે, સાથે જ કોંગ્રેસએ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ આપવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી, 18 મેઃ Karnataka CM Announcement: કર્ણાટકમાં કેટલાય દિવસો સુધી ચાલેલા મંથન બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનશે. સાથે જ કોંગ્રેસએ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 

શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે યોજાશેઃ કેસી વેણુગોપાલ

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે, શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે. તેમણે કહ્યું કે આ દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના અન્ય મંત્રીઓ પણ શપથ લેશે.

આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે

સિદ્ધારમૈયાના નામ પર ઔપચારિક મહોર લગાવવા માટે આજે સાંજે 7 વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આ પછી કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.અગાઉ, બંને નેતાઓ સિદ્ધારમૈયા અને શિવકુમાર, જેમને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા તેમણે બુધવારે (17 મે) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં અલગ-અલગ મુલાકાત કરી હતી. 

ગુપ્ત મતદાન થયું

સીએમની પસંદગી કરવા માટે રવિવારે સાંજે બેંગલુરુમાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠક મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પક્ષ પ્રમુખને ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી, પાર્ટીના ત્રણ નિરીક્ષકો, વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે, જિતેન્દ્ર સિંહ અને દીપક બાબરિયા, જેમને ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા, તેઓ સોમવારે દિલ્હી પરત ફર્યા હતા. આ નેતાઓએ ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે ગુપ્ત મતદાન પણ કરાવ્યું હતું.

આ પણ વાંચો… Blood Delivery By drone in india: હવે દેશમાં ડ્રોન દ્વારા થઈ શકશે બ્લડની ડિલિવરી, જુઓ વિડિયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો