Hasmukhbhai Patel passed away: કોંગ્રેસના વરિષ્ઠ નેતા હસમુખભાઈ પટેલનું થયું નિધન

Hasmukhbhai Patel passed away: જગદીશ ઠાકોર-અમિત ચાવડા સહિત અન્ય કોંગ્રેસ નેતાઓએ હસમુખભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

અમદાવાદ, 19 મેઃ Hasmukhbhai Patel passed away: કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી મુરબ્બી હસમુખભાઈ પટેલના નિધન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા અમિત ચાવડાએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વ. હસમુખભાઈ પટેલ એક વિચારક શિક્ષણવિદ, વ્યવસાયે પ્રાધ્યાપક તરીકે લાંબી કારકિર્દી હતી.

શિક્ષણ શ્રેત્રે તેમના અથાગ પ્રયત્ન અને નિષ્ઠાપૂર્વક કામગીરી માટે ગુજરાતનાં તમામ નાગરિકો ઋણી રહશે. પરમ કૃપાળું પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે એ અભ્યર્થના સાથે કોંગ્રેસ પક્ષ તેમના પરિવારને પરમાત્મા શક્તિ અર્પે એજ પ્રાર્થના.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દીપકભાઈ બાબરીયા, વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ, વિજય દવે, ડૉ. મનિષ દોશી એ પણ સ્વ. હસમુખભાઈ પટેલના નિધન અંગે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આપણા હસમુખભાઈ પટેલ રાજ્ય ના શિક્ષણ મંત્રી, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ઈનચાર્જ, કોંગ્રેસ પક્ષ ના વરિષ્ઠ સમયાંતરે ચૂંટણી સમિતિ, એઆઈસીસી સભ્ય, મુખ્ય પ્રવક્તા, પક્ષના પાક્ષીક કૃત સંકલ્પના પ્રથમ એડિટર, કોંગ્રેસ પક્ષની અનેક વિધ પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલ જાણીતા વિચારક અને શિક્ષણવિદ, આજે આપણને છોડી ગયા, તેમના વિચાર મુજબ પરિવારે દેહદાન કરતાં એક વિચારક માર્ગે તેઓ ચાલી નિકળ્યા… સહ્રદય શ્રધ્ધાંજલી.

આ પણ વાંચો…. Vadodara Food and Drugs Laboratory: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વડોદરામાં કરોડોના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો