Ayesha Shroff

Ayesha Shroff news: જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે થઇ છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

Ayesha Shroff news: આયેશ શ્રોફે દાવો કર્યો છે કે તેની સાથે 58.53 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે

મનોરંજન ડેસ્ક, 09 જૂનઃ Ayesha Shroff news: અભિનેતા જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું કે આયેશ શ્રોફે દાવો કર્યો છે કે તેની સાથે 58.53 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 408, 420, 465, 467, 468 અને 471 હેઠળ એલન ફર્નાન્ડિસ વિરુદ્ધ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આયેશા શ્રોફે નોંધાવ્યો છેતરપીંડીનો કેસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી એલન ફર્નાન્ડિસ ની 20 નવેમ્બર 2018ના રોજ એમએમએ મેટ્રિક્સ કંપનીમાં ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એમએમએ મેટ્રિક્સ જિમ ટાઇગર શ્રોફનું છે અને તે ફિલ્મના કામમાં વ્યસ્ત હોવાથી તેની માતા આયેશા ત્યાંની તમામ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એલન ફર્નાન્ડિસને એમએમએ મેટ્રિક્સ કંપનીએ 3 લાખ રૂપિયાના માસિક પગાર પર માર્શલ આર્ટની તાલીમ આપવા માટે રાખ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, એલન ફર્નાન્ડિસે એમએમએ મેટ્રિક્સ કંપની દ્વારા ભારતમાં અને ભારતની બહાર કુલ 11 ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે ઘણા પૈસા લીધા હતા અને ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2023 દરમિયાન માર્શલ આર્ટની તાલીમ લેતા લોકોની કુલ ફીની રકમ એકઠી કરી હતી.

જીમ ની કંપનીના બેંક ખાતામાં રૂ. 58,53,591 જમા કરાવવાને બદલે તેને પોતાના ICICI બેંક ખાતામાં રાખ્યા હતા. તેમજ અમુક રકમ રોકડમાં લઈને કંપની સાથે છેતરપિંડી કરી હતી. તેમજ એમએમએ મેટ્રિક્સ કંપની નું નકલી લેટર હેડ બનાવીને તેના પર સહી કરીને પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો… CM Cyclone meeting: રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો