Gold Smuggler

Gold Smuggler: દુબઈથી દાણચોરીનું સોનું લઈને આવેલા એક યુવક અને તેના સાથીદારની થઈ ધરપકડ

Gold Smuggler: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૪૫ લાખની રોકડ સહિત ૮૦ લાખની મત્તા સાથે બે લોકોની ધરપકડ કરી

અમદાવાદ, 15 જુલાઈઃ Gold Smuggler: અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે દુબઇથી દાણચોરીનું સોનું લઇને આવેલા એક યુવક અને તેના સાથીદાર સોનીની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે તેમની પાસેથી દાણચોરીના સોના સહિત 80 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દાણચોરીના સોના સાથે ઝડપાયેલો જીગ્નેશ તેની પત્ની શિલા સાથે સોનું લેવા દુબઇ ગયો હતો.

આંતરવસ્ત્રોમાં સોનાની પેસ્ટ છુપાવીને લાવ્યો હતો. તેણે પોતાની એક મિત્ર કેતન સોનીને આ સોનું આપી દીધું હતું. ક્રાઇમબ્રાંચે કેતન અને જીગ્નેશને ઝડપી લીધા છે. તેમની પૂછપરછમાં ઘણા કનેક્શન ખુલે તેવી પ્રબળ સંભાવના છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઇન્સ્પેક્ટર એ.ડી પરમારને બાતમી મળી હતી કે, અમદાવાદનું એક યુગલ દુબઇથી દાણચોરીનું સોનું લઇને આવ્યું છે. જેની તપાસ કરતાં પીએસઆઇ વિજયસિંહ ગોહિલ, ભવાનીસિહ, કુલદિપસિંહ તથા રવિરાજસિંહએ તરતજ જીગ્નેશ ઉર્ફે જીગર ભીખાભાઇ રાઠોડ( ઉ.વ. 30, રહે સમોર હાઇટસ મુઠીયા ટોલ પ્લાઝા પાસે, નરોડા) તથા કેતન હર્ષદભાઇ સોની (ઉ.વ. 52 રહે. નાનશા જીવણની પોળ સાંકળી શેરી, માણેકચોક)ને ઝડપી લીધા હતા.

તેમની પાસેથી રોકડા રૂપિયા 45 લાખ, 546 ગ્રામ સોનાની પટ્ટીઓ. બે આઇફોન, દુબઇનું ચલણી નાણું દિરહાન મળી કુલ 80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે દાણચોરીની મોડેસ ઓપરેન્ડી જાણવા માટે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદના જયેશ સોનીએ જીગ્નેશને દાણચોરીનું સોનું લેવા માટે પત્ની શીલા સાથે દુબઇ મોકળ્યો હતો. જેમાં તેમનો દુબઇ જવા આવવાનો હોટલમાં રોકાવાનો ખર્ચ અને એક ટ્રીપના 25 હજાર આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો… Chole Sabji Recipe: ટામેટાં વગર આ રીતે બનાવો છોલે, લોકો થઈ જશે દીવાના…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો