PradipSinh Vaghela

Pradeep Singh Vaghela Resigned: ભાજપના દિગ્ગજ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, કહ્યું- 7 દિવસ પહેલા…

  • 7 દિવસ અગાઉ જ રાજીનામુ આપી દીધું હતુંઃ પ્રદીપસિંહ વાઘેલા
  • પ્રદીપસિંહ વાઘેલા દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતાં

Pradeep Singh Vaghela Resigned: મે અંગત કારણોસર આ રાજીનામું આપી દીધું છેઃ પ્રદીપસિંહ વાઘેલા

અમદાવાદ, 05 ઓગસ્ટઃ Pradeep Singh Vaghela Resigned: ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. હકીકતમાં, ભાજપના દિગ્ગજ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. તેઓ રાજીનામું આપશે એવા તર્ક વિતર્કો છેલ્લા 5થી 6 દિવસથી ચાલી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતાં.

પ્રદીપસિંહ વાઘેલાએ શું કહ્યું…

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે તેમણે માત્ર પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ હજુ પાર્ટીના વફાદાર રહેશે અને કામ કરતા રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યારસુધી મેં કોઈ ખોટુ કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી જેમ બને એમ જલદી પાર આવી જઈશ. આ દરમિયાન તેમણે કમલમમાં પ્રવેશવા સામે મુશ્કેલીઓની જે અટકળો હતી એને ફગાવી દીધી હતી.

કેમ આપ્યું રાજીનામું…

પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, મે અંગત કારણોસર આ રાજીનામું આપી દીધું છે. મારી સ્વેચ્છાએ આ પ્રમાણેનું પગલું મેં ભર્યું છે. હવે સમયગાળા અંગે તેમણે ઘટસ્ફોટ કર્યો કે મેં 7 દિવસ અગાઉ જ રાજીનામુ આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ભાર્ગવ ભટ્ટના બાદ ગણતરીના દિવસોમાં વધુ એક નેતાએ પદ છોડતા રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો… Today Weather Update: હિમાચલથી યુપી સુધી ભારે વરસાદનું એલર્ટ, જાણો તમારા રાજ્યનું હાલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો