chandra babu naidu

Chandrababu Naidu Arrest: CIDએ ચંદ્રબાબુ નાયડુની ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં કરી ધરપકડ; જાણો શું છે મામલો

Chandrababu Naidu Arrest: તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુની વહેલી સવારે નંદ્યાલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ, 09 સપ્ટેમ્બર: Chandrababu Naidu Arrest: આંધ્રપ્રદેશના રાજકારણમાં મધ્યરાત્રિએ એક મોટો વિકાસ થયો છે. તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની પોલીસે શનિવારે વહેલી સવારે નંદ્યાલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી. કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં નાયડુની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે વિગતવાર માહિતી એવી છે કે તેલુગુ દેશમ પાર્ટી ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે . સેન્ટ્રલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એ સવારે 3:30 વાગ્યે પિતા-પુત્ર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

ચંદ્રબાબુ નાયડુ પર કૌશલ્ય વિકાસ નિગમમાં ઉચાપતનો આરોપ છે . આ કેસ 2021માં નાયડુ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. CIDએ તેની આંધ્રપ્રદેશના નંદયાલામાંથી ધરપકડ કરી છે. તેમજ ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશની પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ચંદ્રબાબુ નાયડુ નંદ્યાલના પ્રવાસે હતા.

આ સમયે નાયડુની સવારે 3 વાગ્યે નંદ્યાલથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ શહેરના આરકે ફંક્શન હોલમાં સ્થિત કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. આ ધરપકડ બાદ આંધ્રપ્રદેશનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે.

Jio platform tie-up with NVIDIA: NVIDIA સાથે Jio પ્લેટફોર્મનું જોડાણ

ચંદ્રબાબુ નાયડુને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સ્કેમ (APSSDS) કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ છે. APSSDC ની સ્થાપના TDP સરકારના કાર્યકાળ દરમિયાન 2016 માં બેરોજગાર યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય તાલીમ આપીને સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશ CED દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કથિત કૌભાંડની પણ તપાસ કરી રહી છે. એવો આરોપ છે કે M/s DTSPL, તેના ડિરેક્ટર્સ અને અન્યોએ શેલ કંપનીની મદદથી બહુ-સ્તરીય વ્યવહારો કરીને સરકારી ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. 370 કરોડની રકમ બનાવટી દ્વારા ઉપાડી લેવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો