jio nvidia

Jio platform tie-up with NVIDIA: NVIDIA સાથે Jio પ્લેટફોર્મનું જોડાણ

Jio platform tie-up with NVIDIA: ભારતમાં અદ્યતન A। ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે NVIDIA સાથે Jio પ્લેટફોર્મનું જોડાણ

નવો સહયોગ ભારતના AI વિકાસના પ્રયાસોને વેગ આપી, દેશની સ્પર્ધાત્મકતાને સમર્થન કરવા, સામાજિક પડકારોનો સામનો કરવા માટે મહત્વની A। ક્ષમતાઓ લાવશે

મુંબઈ, 08સપ્ટેમ્બરઃ Jio platform tie-up with NVIDIA: Jio પ્લેટફોર્મ્સ લિમિટેડ આજે VIDIA સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વધતી જતી શક્તિ તરીકે ભારતની સ્થિતિને વેગ આપવા માટે અત્યાધુનિક ક્લાઉડ આપાતિ A) કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાની જાહેરાત કરી છે.

નવું A ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં સંશોધકો, વિકાસકર્તાઓ સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, પ્રેક્ટિશનર્સ અને અન્ય લો કોનેવર્કલોડને સુરક્ષિત રીતે અને અત્યંત ઉર્જા કાર્યક્ષમતા સાથે ચલાવવા માટે એક્સિલરેટેડ કમ્પ્યુટિંગ અને હાઈસ્પીડ, સુરક્ષિત ક્લાઉડ નેટવર્કિંગને ઍક્સેસ કરવામાં સક્ષમ બનાવશે.

નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઆઇ ચેટબોટ્સ દવાની શોધ, આબોહવા સંશોધન અને અન્ય વિષયો સહિત ભારતની મુખ્ય શોધખો ળો અને A1 પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણીને ઝડપી બનાવશે.

India First UPI ATM: હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો કેવી રીતે…

સહયોગના ભાગરૂપે NVIDIA, Jioને CPU, GPU, નેટવર્કિંગ અને AI ઓપરેટિંગ સિસ્ટમ્સ અને સૌથી અદ્યતન AI મોડલ્સ  બનાવવા માટે ફ્રેમવર્ક સહિતની પ્રારંભથી અંત સુધીની AI સુપરકોમ્પ્યુટર ટેકનોલોજી પ્રદાન કરશે. Jio એઆઈ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન અને જાળવણી કરશે અને ગ્રાહકો સાથેના સંપર્ક અને સેવાની દેખરેખ રાખશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, “ભારત ડેટા પ્રસારના દેશમાંથી વ્યાપક અને ઝડપી વૃદ્ધિ માટે ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે NVIDIA સાથે અમે જેની કલ્પના કરીએ છીએ તે એવાં કમ્પ્યુટિંગ અને ટેક્નોલોજી સુપર સેન્ટરો બનશે જે જિયોની જેમ આપણા રાષ્ટ્રની ડિજિટલ કૂચને  વેગવાન બનાવશે. હું NVIDIA સાથેની ભાગીદારીથી ખુશ છું અને સાથે મળીને હેતુપૂર્ણ સંગાથની રાહ જોઈ રહ્યો છું.

રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ્ના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio  દ્વારા અમે અત્યાધુનિક ટેક્નોલોજીને સરળતાથી ઉપલબ્ધ કરાવીને ભારતના ટેકનીકલ પુનર્જિવનને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. NVIDIA સાથે અમારો સહયોગ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે મળીને અમે સુરક્ષિત, ટકાઉ અને ભારતની અનન્ય તકો માટે એક ખૂબ જ સુસંગત અદ્યતન AI ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીશું. આ અદ્યતન પ્લેટફોર્મ આરોગ્યસંભાળ અને શિક્ષણથી લઈને એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ સુધીના તમામ ક્ષેત્રોમાં AI-સંચાલિત નવીનતાઓને વેગ આપવા માટે મદદરૂપ  બનશે. અમારું દર્શન  AIને સમગ્ર દેશમાં સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને સાહસો માટે સુલભ બનાવવાનું છે, જેનાથી AI પાવરહાઉસ બનવા તરફ ભારતની યાત્રાને વેગ મળે.”

NVIDIA ના સ્થાપક અને CEO જેન્સેન હુઆંગે જણાવ્યું હતું કે, “ભારતમાં અત્યાધુનિક AI સુપર કોમ્પ્યુટર્સ બનાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે.” “ભારત પાસે સ્કેલ, ડેટા અને પ્રતિભા  છે. સૌથી અદ્યતન AI  કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, રિલાયન્સ તેના પોતાના મોટા ભાષાના મોડલ બનાવી શકે છે જે પાવર જનરેટિવ AI  એપ્લિકેશન્સ ભારતમાં બનેલા અને ભારતના લોકો માટે છે.”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો