Amrit Kalash Yatra Train

Amrit Kalash Yatra Train: ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત લીલી ઝંડી આપી દિલ્હી જવા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ, 27 ઓક્ટોબર: Amrit Kalash Yatra Train: અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ગુજરાતની ભૂમિથી 308 કળશ સાથે 800 યુવાનોને લીલી ઝંડી આપી દિલ્હી જવા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન વીરોને વંદન’ અભિયાન અંતર્ગત ગુજરાતની ભૂમિથી 308 કળશ સાથેના 800 યુવાનો સાથેની રેલ્વે ટ્રેનને લીલી ઝંડી આપી દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું હતું.

PM Chitrakut speech: ચિત્રકૂટમાં આવવું એ મારા માટે અપાર ખુશીની વાત છે: પ્રધાનમંત્રી

રાજ્યભરમાંથી એકત્રિત કરેલી માટી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક તૈયાર થનારી અમૃત વાટિકામાં ઉપયોગ માં લેવાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી નિર્માણ પામનાર આ અમૃત વાટીકા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે.

આ કાર્યક્રમમાં સંદીપ કુમાર વિકાસ કમિશનર, હર્ષદભાઈ પટેલ તેમજ રેલવેના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો