Unlimited Food

Unlimited Food: અનલિમિટેડ ખાવાનું કેટલું આપણા વિચારશક્તિ સાથે રમી રહ્યું છે!

“અનલિમિટેડ ફૂડ”(Unlimited Food)

Unlimited Food: અનલિમિટેડ અનલિમિટેડ અનલિમિટેડ! આજકાલ અનલિમિટેડ ખાવાનું જ્યાં મળે ત્યાં તો લોકો આંખ બંધ કરીને આકર્ષિત થઈ જાય છે!


આજે હું કહીશ, Unlimited Food: અનલિમિટેડ ખાવાનું કેટલું આપણા વિચારશક્તિ સાથે રમી રહ્યું છે! એક માત્ર ઉદાહરણ આપું, કે ૧૪૯ માં ત્રણ અલગ અલગ ઢોંસા (મસાલા ઢોંસા, સુરતી અને મૈસુર મસાલા ઢોંસા) મળે! એ પણ અનલિમિટેડ! જ્યારે આપણે એમાં ત્રણ જ ઢોંસા ખાઈ શકવાની તાકાત રાખતાં હોઈએ એવામાં આપણે એમ વિચારીએ કે એની કરતાં તો એક જ મસાલા ઢોંસા લઈએ અને મેનુ કાર્ડમાં આપણે મસાલા ઢોંસા ની કીંમત જોઈએ કે એ એક ઢોસાની કીંમત ૧૧૦ રૂ. છે! તો આપણને અનલિમિટેડ ઢોંસા ખાવાનું જ એવું લાગશે કે આ આપણને પરવડે!

Unlimited Food: pooja patel chiki

Domestic Violence: કોઈ એક ઘર એવું નથી કે જે ડોમેસ્ટિક વાયોલેન્સથી વાકેફ ન હોય!


આ ઉદાહરણ તો મેં માત્ર ઢોસા માટે જ આપ્યું! આ મોંઘવારીમાં વ્યક્તિદીઠ અનલિમિટેડ ફૂડ પોસાય તો જાય પણ તેને વસૂલ કરવા માટે જે પોતાની ક્ષમતા અને પોતાની સેહતનું ધ્યાન ન રાખીને પોતાનાં સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરે એનું શું? અનલિમિટેડ ફૂડ (Unlimited Food)એટલે ખાવાનું પણ પોસાય અને પછીથી દવાનાં ખર્ચા પણ અગણિત થાય!
અનલિમિટેડ ખાવાનું ક્યારેક કયારેક ચાલે; પરંતુ અઠવાડિયામાં બે વાર પણ નહી! જો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું હોય તો તમે બહારનું ખાવાનું ઓછું કરી શકો અને માત્ર ઘરનું જ ખાવાનું હોય તો તમે તમારા સ્વાસ્થ્યનું પણ કસરત કર્યા વગર ધ્યાન રાખી શકો છો! અનલિમિટેડ ખાવા માટે ક્યારેક ક્યારેક જઈ શકો, જો તમે રેગ્યુલર રોજિંદા જીવનમાં ઘરનો ખોરાક સમયસર લેતાં હોવ!
આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏼પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *