ED Summons To Prakash Raj: પ્રકાશ રાજની મુશ્કેલી વધી, આ મામલે ઇડીએ પાઠવ્યા સમન્સ
ED Summons To Prakash Raj: ત્રિચી સ્થિત જ્વેલર્સ જૂથ સામે પોન્ઝી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ અભિનેતા પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવ્યો
મનોરંજન ડેસ્ક, 24 નવેમ્બરઃ ED Summons To Prakash Raj: ફિલ્મો હોય કે રાજનીતિ અભિનેતા પ્રકાશ રાજ દરેક મામલે ખુલીને વાત કરે છે. તેથી જ તે ચર્ચાનો વિષય બને છે. હવે ફરી એક વાર અભિનેતા પ્રકાશ રાજ ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ વખતે તે તેની ફિલ્મોને કારણે નહીં પરંતુ મની લોન્ડરિંગ કેસના કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં અભિનેતા ને ઇડી દ્વારા સમન્સ પાઠવામાં આવ્યું છે.
ED Summons To Prakash Raj: પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રિચી સ્થિત જ્વેલર્સ જૂથ સામે પોન્ઝી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ અભિનેતા પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવ્યો છે.
જાણો સમગ્ર મામલો
EDએ PMLAની જોગવાઈઓ હેઠળ 20 નવેમ્બરે ત્રિચી સ્થિત ભાગીદારી પેઢી પ્રણવ જ્વેલર્સની મિલકતો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગુનાહિત દસ્તાવેજો, 23.70 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને 11.60 કિલોના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર પ્રણવ જ્વેલર્સ કથિત રીતે પોન્ઝી સ્કીમ ચલાવે છે.
નાણાકીય ગેરરીતિ માં સામેલ અન્ય લોકો સામે ત્રિચીમાં આર્થિક ગુના વિંગ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે આ યોજના EDના સ્કેનર હેઠળ આવી છે.
એવો આરોપ છે કે પ્રણવ જ્વેલર્સે આકર્ષક વળતરનું વચન આપીને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના બહાને લોકો પાસેથી 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.અને તેનો પ્રચાર અભિનેતા પ્રકાશ રાજ જાહેરાત દ્વારા કરતો હતો તેથી ઇડી એ અભિનેતા ને સમન્સ મોકલાવી પુછપરછ માટે બોલાવ્યો છે.
અભિનેતા પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરે છે. અભિનેતા પ્રણવ જવેલર્સનો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો હિસ્સો છે. આજ કરણ છે કે જવેલર પર દરોડા પડ્યા બાદ ઇડીએ અભિનેતા પ્રકાશ રાજ ને પુછપરછ કરવા સમન્સ મોકલાવ્યું છે. જોકે, પ્રકાશ રાજ આ મામલે કઈ બોલવા તૈયાર નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રકાશ રાજને આવતા અઠવાડિયે ચેન્નાઈમાં ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો… Dwarka Tulsi Vivah Mahotsav: દ્વારકાધીશ જગત મંદિર ખાતે ઉજવવામાં આવી રહ્યો તુલસી વિવાહ મહોત્સવ…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
