Dr. Jeania Gupta will be honored: અમદાવાદ ડિવિઝનના ડૉ. જીનીયા ગુપ્તા ને અપાશે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર
Dr. Jeania Gupta will be honored: 15મી ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત થનારા 68મા રાષ્ટ્રીય રેલવે સપ્તાહના ગૌરવપૂર્ણ સમારોહમાં માનનીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમને આ સન્માન પ્રદાન કરવામાં આવશે.
અમદાવાદ, 14 ડિસેમ્બર: Dr. Jeania Gupta will be honored: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર ડૉ. જીનીયા ગુપ્તાને વર્ષ 2022-23 દરમિયાન તેમના શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શન માટે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર (AVRSP) થી સન્માનિત કરવામાં આવશે. 15મી ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત થનારા 68મા રાષ્ટ્રીય રેલવે સપ્તાહના ગૌરવપૂર્ણ સમારોહમાં માનનીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમને આ સન્માન પ્રદાન કરવામાં આવશે.
ડૉ. જીનિયા ગુપ્તા એ પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટરમાં ઉપ મુખ્ય પરિચાલન પ્રબંધક અને હાલમાં અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ પરિચાલન પ્રબંધક તરીકે નિમ્નલિખીત નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
- નાણાકીય વર્ષ 2022-23માં 50.41 મેટ્રીક ટન માલ લોડિંગનો એક નોંધપાત્ર માઈલ સ્ટોન હાંસલ કર્યો, જે 49.26 મેટ્રીક ટનના લક્ષ્ય કરતાં 2.33% વધુ છે. એપ્રિલ 2003માં ડિવિઝનની રચના થઈ ત્યારથી આ અત્યાર સુધીનો આ સૌથી વધુ માલ લોડિંગ છે.
- નાણાકીય વર્ષ 2022-23માં 50.41 મેટ્રીક ટનના ઉત્કૃષ્ટ માલ લોડિંગ પ્રદર્શન સાથે
ભારતીય રેલ્વેમાં અમદાવાદ ડિવિઝન ઉચ્ચતમ લોડિંગ સાથે સાતમા ક્રમે છે.
- નાણાકીય વર્ષ 2022-23માં 2334 લાંબા અંતરની ટ્રેનો દોડાવીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લાંબા અંતરનું પ્રદર્શન હાંસલ કરવામાં આવ્યું.નાણાકીય વર્ષ 2021-22માં દોડાવેલ 964 લાંબા અંતરની ટ્રેનોની તુલનામાં 142% નો ભારે વધારો.
- નાણાકીય વર્ષ 2022-23માં 16348 ટ્રેનો દોડાવીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ટ્રેન પ્રદર્શન પ્રાપ્ત કર્યું જે 10156 ટ્રેનો (નાણાકીય વર્ષ 21-22)ના અગાઉના સર્વશ્રેષ્ઠ રેકોર્ડને વટાવી ગયું જે ગત વર્ષની તુલનામાં 60% વધુ છે.
- અમદાવાદ ડિવિઝને નાણાકીય વર્ષ 2022-23માં 185.21 ની સરેરાશ ઈન્ટરચેન્જ સાથે અત્યાર સુધીનું સૈથી શ્રેષ્ઠ ડિવિઝનલ ઇન્ટરચેન્જ નોંધ્યું હતું. જે નાણાકીય વર્ષ 2021-22ની સરેરાશ 168.95 કરતાં 9.63% વધુ છે.
- તમામ સલામતીની સાવચેતીઓ સાથે નાણાકીય વર્ષ 2022-23માં 156.206 કિલોમીટરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ડબલિંગ કરવામાં આવ્યું હતું અને 40 એનઆઈ કાર્ય સફળતાપૂર્વક પૂરા થયા જે નાણાકીય વર્ષ 20-21માં 26 એનઆઈ ના અગાઉના સર્વશ્રેષ્ઠ રેકોર્ડને વટાવી ગયું છે.
- વાધારવા માં મેસર્સ નવકાર કોર્પ લિમિટેડ ડિવિઝનનું પ્રથમ જીસીટી શરૂ કરવામાં આવ્યું.
- મેસર્સ મારુતિ સુઝુકી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ જીએસટી ની બેચરાજી ખાતે સ્થાપના કરવામાં આવી.
- મેસર્સ આર્ય લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું જીએસટી સુરબારી ખાતે કાર્યરત કરવામાં આવ્યું.
Students human chain: હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૫મીએ વિદ્યાર્થીઓ દ્વારા રચાશે અનોખી ‘માનવ સાંકળ’
ડો. જીનીયા ગુપ્તા,વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકે પરિચાલનના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી હતી જેના ટ્રેનોના સુચારૂ સંચાલન ઉપરાંત કારણે ડિવિઝનના લોડિંગ અને આવકમાં નોંધપાત્ર સુધારો થયો હતો
મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ ડો. જીનિયા ગુપ્તાની પ્રશંસા કરતાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને શર્માએ આને અન્ય રેલ્વે અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓ માટે પ્રેરણાદાયી અને અનુકરણીય પણ ગણાવ્યું.

