building

A city of buildings: એક શહેર બિલ્ડિંગનું

A city of buildings; હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ!

A city of buildings: આજકાલ દરેક જગ્યાએ આપણે જોઇ શકીએ છીએ કે ઉંચી ઊંચી ઇમારતો જ બની રહી છે. શહેર જાણે માણસોનું નહીં પરંતુ બિલ્ડિંગનું શહેર લાગી રહ્યું છે.

A city of buildings, Pooja Patel

પેલું કહેવાય ને; ધ સિટી ઓફ કોમ્પલેકસીસ ‘! ખુલ્લાં મેદાનો અને ખેતરો તો જાણે શહેરની વચ્ચે મળશે જ નહિ! જે સામાન્ય રીતે તો શહેરની બહાર જ જોવા મળશે એમ આપણે માનતા હોય તો તે આપણો વહેમ છે. કારણકે તમે રીંગ રોડ પર લટાર મારતાં જતાં હોય તો તમે તે જોઈ શકો છો કે ત્યાં પણ બિલ્ડિંગ અને કૉમ્પ્લેક્સ આડેધડ બની જ રહ્યાં છે.

આપણે એમ અનુમાન લગાવી શકીએ કે કદાચ ગામડાઓમાં તો હરીયાળી, ખેતર અને સ્વચ્છ પર્યાવરણ મળી રહેશે! પરંતુ એમ પણ નથી! ત્યાં પણ બિલ્ડિંગ અને કૉમ્પ્લેક્સ બની જ રહ્યાં છે જાણે કે ગામની પરિભાષા બદલીને ગામને શહેર બનાવવાની ઝુંબેશ ચાલી રહી હોય!

Benefits of Sitaphal: આ ફળના પાંદડા ત્વચાની જૂની ચમક પાછી લાવશે, બ્લડ શુગર પણ રહેશે નિયંત્રણમાં

પરંતુ શહેરમાં જે વાતાવરણ હોય છે (ઘોંઘાટ અને અવાજ પ્રદૂષણ, દૂષિત હવા, વગેરે વગેરે…) તે જ વાતાવરણ ગામડે બનાવવાનો તે પણ “વિકાસ તરફ એક પ્રયાસ” નાં નામ પર, શું એ વ્યાજબી છે?! માણસનો પ્રકૃતિ સાથે જે લગાવ હતો તે શહેરમાં આવીને કદાચ ઓછો થઈ ગયો છે. એમાં પણ જો તે પર્યાવરણનું જતન નહીં કરે, તો તે પોતે જીવી કેવી રીતે શકશે?

પર્યાવરણનું જતન પણ એટલું જ જરૂરી છે જેટલું વિકાસ તરફ આપણી ગતિ! વિકાસયાત્રામાં ભાગ લેવો જેટલો જરૃરી છે તેટલું જ જરૃરી છે કે પર્યાવરણનો વિનાશ ન થાય અને માણસ પોતાનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રાખી શકે! આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *