✍️By Ronak Joshi: મધ દરિયેથી હું આવ્યો છું……

✍️By Ronak Joshi: મધ દરિયેથી હું આવ્યો છું કોઈને ડૂબાડ્યા વગર ,
ડૂબાડી દીધો મને કિનારે કોઈએ કૈં પૂંછ્યા વગર.
સમયની ને શાંતિની અપીલ હજી કોર્ટમાં પેન્ડિંગ છે,
રસ્તે યમના પાડાએ ઉપાડ્યો કૈં પણ જાણ્યા વગર.
મંદિર , મસ્જિદ, ચર્ચ ને ગુરુદ્વારા બધે જ જઈ આવ્યો,
ધીમેથી કહ્યું કટોરો ક્યાં છે? હું શોધું મને શોધ્યા વગર.
ના વળ્યું કંઈ તો વાંધો નહીં , કિનારો તો હજી અહી જ છે,
ઢાંકણીમાં પાણી લઈને ફરીથી ડૂબી જા ડૂબ્યા વગર.
સાચાને સાચું અને ખોટાને ખોટું જ સાબિત કરતાં ,
એક દિવસ તો તારા જ તને નહિ રહે બાળ્યા વગર.
આ પણ વાંચો:- Financial Gateway Gift City: ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી
