swami viditatmanandji pic

Swamiji ni vani Part-36: નચિકેતાની સત્યનિષ્ઠા: પૂજય સ્વમીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

google news png

Swamiji ni vani Part-36: ઉપનિષદમાં બાળક નચિકેતાની વાત આવે છે. તેના પિતા મોટો યજ્ઞ કરી રહ્યા હતા. નાનો બાળક નચિકેતા યજ્ઞની બધી પ્રક્રિયાઓનું અવલોકન કર્યા કરે. યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં હતો. બ્રાહ્મણોને દક્ષિણા અપાઈ રહી હતી. ત્યારે નચિકેતાએ જોયું કે એના પિતાજી અત્યંત વૃદ્ધ, નિરુપયોગી ગાયો, જે દૂધ આપવા પણ શક્તિમાન ન હતી, તે દક્ષિણામાં આપી રહ્યા હતા. આ જોઈ બાળકને ખૂબ દુઃખ થયું. પિતાજીની પાસેથી જ તે શાસ્ત્રો ભણ્યો હતો.

આવી દક્ષિણા આપનારનું અહિત જ થાય, તે નરકમાં જાય અને ખૂબ દુઃખ ભોગવે તેવાં શાસ્ત્ર-વચનમાં તેને શ્રદ્ધા હતી. એને થયું કે આટલો મોટો યજ્ઞ નિષ્ફળ જશે અને ઉપરથી પિતાજીને દુઃખ ભોગવવું પડશે; માટે આવું તો ન થવા દેવાય. કદાચ પિતાજી પાસે દક્ષિણામાં આપવા માટેની મૂડી ખલાસ થઈ ગઈ હોય અનેે માટે આવી ગાયોનું દાન આપવાની ફરજ પડી હોય એવું પણ બની શકે ! તો પુત્ર એ પણ પિતાજીની મૂડી જ છે. પિતાજી મારું દાન કરી શકે છે. આમ વિચારી નચિકેતા પિતાજી પાસે ગયો અને પૂછવા લાગ્યો, ‘પિતાજી ! તમે મારું દાન કોને કરશો ?’ પિતાજી બહુ જ વ્યસ્ત હતા. નચિકેતાએ જ્યારે ફરીફરીને આ પ્રશ્ન પિતાજીને કર્યો ત્યારે તેના પિતા ગુસ્સે થઈ ગયા અને કહ્યું : ‘હું તારું દાન મૃત્યુને કરું છું.’

ક્રોધમાં આવીને પિતાજીએ જે કાંઈ કહ્યું હોય તેનો અમલ થાય તે જરૂરી નથી. આજના જમાનામાં તો પિતાજી આવું બોલે તો સંતાનને મનમાં થાય, ‘બોલે, હવે ઘરડા થયા છે તે. એમના બોલવાનું કાંઈ ઠેકાણું નથી. એમને તો ટેવ પડી ગઈ છે.’ વગેરે. પરંતુ નચિકેતાએ વિચાર્યું કે, પિતાજીનું વચન સત્ય થવું જ જોઈએ. એમના વચનનો ભંગ થાય તો તેમણે નરકમાં જવું પડે. આથી તેણે થોડાક સમય પછી પિતાજી પાસે જઈને કહ્યું: ‘આપ મને યમરાજા પાસે જવાની આજ્ઞા આપો.’ પિતાજીનો ગુસ્સો હવે ઊતરી ગયો હતો. તેમણે કહ્યું કે, યમરાજા પાસે જવાની કાંઈ જરૂર નથી. પોતે તો ક્રોધના આવેગમાં જ કહ્યું હતું.

આ પણ વાંચો:- Financial Gateway Gift City: ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી

પરંતુ નચિકેતા મક્કમ હતો. તેણે કહ્યું, ‘એક વખત કહ્યું એટલે તે વચન સત્ય થવું જ જોઈએ. આપણા કુળમાં કોઈ કદાપિ અસત્ય બોલ્યું નથી. સઘળા મહાપુરુષો પણ સત્યનું પાલન કરતા હોય છે. આપે પણ તેનું પાલન કરવું જોઈએ. આપને એમ હોય કે સત્યનું પાલન કરવાથી મારો ભોગ આપવો પડશે, હું મરી જઈશ, તો આ દેહમાં છે શું ? ખેતરમાં જેમ મકાઈ પાકે છે અને પછી ખરી પડે છે તેમ આ દેહ પણ પાકે, વૃદ્ધ થાય અને ખરી પડે. આવા દેહ માટે સત્યનો ભોગ ન અપાય.’

હવે પિતાજીએ કાંઈ બોલવાનું ન રહ્યું. કચવાતે મને તેમણે આજ્ઞા આપી. નચિકેતા યમરાજા પાસે ગયો. તે સમયે યમરાજા કાર્યવશાત્‌ પ્રવાસે ગયા હતા. ત્રણ દિવસ પછી યમરાજા પાછા આવ્યા. ત્યાં સુધી નચિકેતા તેમના દ્વાર આગળ ઊભો રહ્યો – ભૂખ્યો અને તરસ્યો. યમરાજાની રાણીઓએ તેને અંદર આવવા ખૂબ આગ્રહ કર્યો પરંતુ નચિકેતાએ કહ્યું, ‘હું યમરાજાની મિલકત છું. એ મને આજ્ઞા ન કરે ત્યાં સુધી મારાથી કશું જ થઈ શકે નહીં.’

BJ ADS

યમરાજા આવ્યા ત્યારે તેમણે આ જોયું. ત્રણ દિવસથી આ બાળક ભૂખ્યો-તરસ્યો બારણે ઊભો રહ્યો તે જોઈ તે ખૂબ ખુશ થયા અને કહ્યું ‘તું ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો તેથી તને ત્રણ વરદાન આપું છું. જે માગવું હોય તે માગ.’
પહેલા વરદાનમાં નચિકેતાએ કાંઈ ધન-સંપત્તિ કે રાજપાટ ન માગ્યા. તેણે તો માગ્યું, ‘મારા પિતાજીએ એમની ઇચ્છાવિરુદ્ધ મને અહીં આવવા આજ્ઞા આપી હતી તેથી તેઓ ખૂબ ચિંતિત હશે. તે ચિંતામુક્ત બને અને મને પાછો આવેલો જોઈ તે મારો હર્ષથી સ્વીકાર કરે એવું વરદાન આપો.’ યમરાજા બાળકની ઉદારતા અને ચતુરાઈથી ખુશ થયા અને એ પ્રમાણેનું વરદાન આપ્યું.

વરદાનમાં નચિકેતાએ માગ્યું, ‘સમાજના લોકોને સ્વર્ગના સુખની બહુ જ ઇચ્છા હોય છે. મને એવી વિદ્યા આપો કે જેના અનુષ્ઠાનથી લોકોની સ્વર્ગમાં જવાની ઇચ્છા પૂર્ણ થાય.’

આમ, પહેલાં કુટુંબનું હિત પછી સમાજનું હિત.
ત્રીજા વરદાનમાં નચિકેતાએ માગ્યું ‘મને મૃત્યુનું રહસ્ય સમજાવો.’ યમરાજાએ આ માગણી છોડી દેવા તેને અનેક પ્રલોભનો આપ્યાં, પરંતુ નચિકેતા લાલચમાં ન ફસાતાં પોતાની માગણીમાં મક્કમ રહ્યો. ત્યારે તેની સત્યનિષ્ઠા જોઈને યમરાજાએ તેને આત્મા વિશેનો ઉપદેશ આપ્યો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *