જિંદગીના ખેલ (Jindagi na khel)

Ronak Joshi kalol, Jingadi na khel

જિંદગીના ખેલ(Jindagi na khel)

શું લખુ જિંદગી તારા વિશે,
રોજ નવા ખેલ કરાવે છે.

ક્યારેક પોતાનાથી જ પોતાને અલગ કરાવે,
ક્યારેક સંબંધ વગરના પ્રેમ અપનાવે છે.

ખાડા ખરબચડા રસ્તા ઉપર,
આશાનું દીપ મનમાં પ્રગટાવે છે.

હું ચાલુ છું ક્યાં ? તું દોડાવે છે ક્યાં ? ખબર નથી,
તોપણ ” હું ” ના ખોટા વહેમ કરાવે છે.

તું તો આપી દે છે રોજ એક સોનેરી સવાર,
અને મારા મનને રંગીન સપના દેખાડે છે,!!!

જિંદગીના રંગમંચ પર નાટકો રચાવે છે,
અને વળી માણસને જ કઠપૂતળી બનાવે છે !!!!

એ જિંદગી શું લખું તારા વિશે ?
યાર રોજ નવા નવા ખેલ કરાવે છે !!!!

******

આ પણ વાંચો…Ekadashi vrat: ‘ષટતિલા’ એકાદશી; સ્કંધ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ વિશે જાણીએ વૈભવી જોશી પાસે થી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *