Mundra port

Crops from 10 containers at mundra port : મુન્દ્રાપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત 3 દિવસથી તપાસમાં 10 કન્ટેનરમાંથી પાકઆર્મીનો સરંજામ મળ્યો

Crops from 10 containers at mundra port: આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘુસાડાતાં હોવાની એકસમાન મોડસ ઓપરેન્ડી સામે આવતાં એ દિશામાં પણ તપાસનો દોર લંબાવાયો

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ Crops from 10 containers at mundra port: ગણતંત્ર દિનની પૂર્વસંધ્યાએ મુન્દ્રા પોર્ટ પર શંકાસ્પદ 10 કન્ટેનરમાંથી ભંગારના સામાન વચ્ચેથી પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતાં ઇક્વિપમેન્ટના અવશેષો મળી આવતાં હવે એનસીબી સાથે સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ પાકિસ્તાની કન્સાઇન્મેન્ટ ડાયરેક્ટના બદલે વાયા અખાતી દેશોમાંથી મુન્દ્રા પોર્ટ પર ઘુસાડાતાં હોવાની એકસમાન મોડસ ઓપરેન્ડી સામે આવતાં એ દિશામાં પણ તપાસનો દોર લંબાવાયો છે.

અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે વ્યાપારિક સંબંધો હતા, પરંતુ પુલવામા હુમલા બાદ ભારતે નીતિવિષયક ફેરફારો કરી પાકિસ્તાનથી આવતા કાર્ગો પર 200 ટકા ડ્યૂટી લાદી દેતાં આયાતકારોએ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવી લીધું હતું, જેને કારણે તેમને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવતાં તેણે હાલ વાયા અફઘાનિસ્તાન, ઈરાન અને દુબઇ થઇ કાર્ગો મુન્દ્રામાં ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. કસ્ટમનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પાકિસ્તાની ફોજના શસ્ત્ર સરંજામના અવશેષો ભંગારની સાથે વાયા દુબઇ થઇ મુન્દ્રામાં ઘુસાડવાના નાપાક કારસાને નિષ્ફ્ળ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ Cybercriminal alert: પહેલી વખત ઓનલાઈન છેતરપિંડીના નેટવર્કનો ખુલાસો, દરેક મોટી વેબસાઈટનું ક્લોન બનાવ્યું- વાંચો વિગત

અમદાવાદની સાંઈ બંધન ઈન્ફિનિયમ પ્રા. લિ. પેઢી દ્વારા મુન્દ્રા સ્થિત હિન્દ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે દસ કન્ટેનર ઘુસાડવામાં આવ્યાં હતાં, જેમાં વિવાદાસ્પદ કાર્ગો સાથે દોઢ કરોડની ડ્યૂટીચોરી સામે આવી છે. આમ, સતત ત્રીજે દિવસે એજન્સીઓએ સપાટો બોલાવી દાણચોરોની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું છે.

Gujarati banner 01