પ્રેમ નું ઝરણું: (Mother love) રશ્મીકા ચૌધરી “રસુ”
Mother love: સપ્તમેઘ ધનુષ્યના રંગથી પણ વધારે રંગ મા ના પ્રેમમાં જોવા મળે છે. એની તુલના એ કયારે કોઈ જ ન આવી શકે.`મા´ને કોઈ વ્યાખ્યામાં રજૂ કરીજ ન શકાય.
Mother love: “મા” શબ્દમાં જ પૂરી દુનિયા આવી જાય છે. માની તોલે કોઈ જ ન આવી શકે, કે કોઈ એના પ્રેમનું માપદંડ બતાવી શકે.સો હાડકા તૂટે તેના થી પણ વધારે દર્દ સહેન કરી એક મા બાળકને જન્મ આપે છે. મા માટે એની પૂરી દુનિયા,ખુશી એનુ બાળક જ હોય છે. એ એની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.
પ્રેમનું વહેતુ ઝરણુ એ મા છે. એક બાળક બોલતુ નહોય તો પણ એની મા એની વાત સમજી જાય છે.દુનિયાભરની ચિંતા હોય, તકલીફ હોય પણ માના ખોળામાં માથું મૂકતા જ બધી તકલીફો દૂર થઈ જાય છે. સંતાનો મોટા થઈને પોતાની ફરજ ભૂલી જતા હોય છે પણ મા કયારે નથી ભૂલતી એની ફરજ.એના શરીર માં પ્રાણ હોય ત્યાં સુધી તો નહિ જ. એ હંમેશા એવુજ ઈચ્છતી હોય કે મારી સંતાનને દુનિયાના તમામ સુખ મળે એનુ ખૂબ નામ થાય.માના પ્રેમમાં કયારે ભરતી ઓટ નથી આવતી, એ તો હંમેશા મધુર ઝરણાની જેમ એનો પ્રેમ વહેતો રહે છે.
માના હાથની દરેક રસોઈ અમૃત સમાન હોય છે. છોરુ કછોરુ થાય પણ માવતર કયારે કમાવતર નથી થતા.બાળકના ધડતરનુ આધાર સ્તંભ એની મા હોય છે. બાળકની પહેલુ ગુરુ,મિત્ર એની મા જ હોય છે.એના બાળક મા જ એની દુનિયા સમાવેલી હોય છે એની ખુશી થી વધારે એના માટે કંઈ જ હોતુ નથી. એ તમામ તકલીફ એના બાળક માટે સહેન કરતી હોય છે.બાળક નથી બોલતુ હોય તો પણ એ એની વાતને સમજી જાય છે.બાળક જેમ જેમ મોટુ થતુ જાય તેમ તેમ એ પોતાના સપનાને પણ ભૂલતી જાય છે,પોતાના અસ્તિત્વને પણ એ નિછાવર કરીદે છે.એ બાળક ને દરેક મુસીબતનો સામનો કરવાની હિમંત આપતી હોય છે.
માના શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધીએ એના બાળકની ખુશીનુ જ વિચારે છે. બાળક મોટો થઈને પોતાના સંસારમાં રચ્યોપચ્યો હોય છે અને કયારે પોતાની ફરજ ભૂલી જાય છે પણ મા એ વાતનુ માઠું કયારે નથી લગાડતી.જે બાળક એને ઘરડા ઘર મૂકી આવે છે તોપણ મા એને બાળકને કહે છે બેટા તુ મારી ચિંતા નકરતો તું તારુ ધ્યાન રાખજે. ટાઈમથી જમી લેજે. બહારનુ બહુ ખાતો નહિ.રોજ રાતે હળદરવાળું દૂધ લેજે અને બેટા ટાઈમ મળે તો મને કયારે કયારે ફોન કરજે.મા ના પ્રેમ નું ઝરણું કયારે સુકાતુ નથી. જીવતા જીવ જો સ્વર્ગ હોય તો એ માની પાસે જ છે.કેમ કે ભગવાન પણ કરેલા કર્મની સજા આપે છે. આપેલુ પાછુ લઈલે છે પણ મા કયારે આપેલુ પાછુ નથી લેતી એ હંમેશા પ્રેમ જ આપતી હોય છે.
ચૌધરી રશ્મીકા લલિતકુમાર રસુ´
અમદાવાદ
આ પણ વાંચો…નવલકથા; સુધાની જિંદગીની સફર (ભાગ-3)

