Bhanuben prajapati image 600x337 1

નવલકથા; Sudhani jindagini safar: સુધાની જિંદગીની સફર (ભાગ-3)

Sudhani jindagini safar: સુધાની જિંદગીની સફર (ભાગ-3)

તુષારને જાણે દિલમાં ઉંડો આઘાત લાગી ગયો હોય એવું લાગ્યું. કારણ કે સુધાના બોસે કહ્યું : સુધા તો ખુશીથી કોઈ બીજા પુરુષ સાથે રંગરલીયા મનાવી રહી છે.

તુષારના મમ્મી – પપ્પા આ બધી વાત જાણીને તુષાર ને કહ્યું કે : ” બેટા, તે બહુ જ રાહ જોઈ છે, હવે તો બીજા લગ્ન કરી લે. તુષારના મમ્મી – પપ્પા જ્યારે બીજા લગ્ન કરવા માટે કહી રહ્યા હતા ત્યારે તેમની બહેન અંજલી બોલી : તમને કેવી રીતે બોસ પર વિશ્વાસ મૂકી શકો છો! તમને બધાને કંપનીના બોસ સાચું બોલે છે….એવું કેવી રીતે લાગ્યું.

તુષાર કહે: સુધાના કંપનીના બોસ ખોટું બોલે એવું મને નથી લાગતું. એમને મને મોબાઈલમાં સુધાની તસવીર ડ્રીંક પીધેલી હાલતમાં કોઈ બીજા પુરુષ સાથે હતી. અને વિડીયો પણ મેં જોયા છે એટલે હવે તો હું માનું છું કે સુધા બદલાઈ ગઈ છે. તેને મારા પ્રેમનો મોટો આઘાત આપ્યો છે એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં સુધા માટે શું નથી કર્યું? હું એને  કેટલો બધો પ્રેમ કરતો હતો એના માટે તો હું ગામડું છોડીને બધાને શહેરમાં લઇ આવ્યો. સુધા પર મને પૂરો ભરોસો હતો પરંતુ મને શી ખબર કે સુધા પણ એક દિવસ મારી જોડે આવી રીતે મોટો વિશ્વાસઘાત આપશે. એ પરદેશમાં જઈને આટલી બદલાઈ જશે. એ મને મહત્વ આપવાને બદલે પૈસાને વધારે મહત્વ આપશે. એને મારી સાથે દગો કર્યો.

તુષારના મમ્મી – પપ્પા બોલ્યા : બેટા પૈસાની ચમક એવી છેકે તે ભલભલાની આંખને આંજી દેતી હોય છે. પણ સુધા પર મને ભરોશો હતો. મને એમ જ હતું કે સુધા મારી દીકરી જેવી છે અને મારી દીકરી ક્યારે બદલાશે નહીં. હું એને મારી દીકરી અંજલી જેવું જ માનતી હતી. પરંતુ ફોરેનમાં જઇને આવા રંગ બદલાઈ જશે. એ તો મને ખબર જ નહોતી. મને પણ ખૂબ જ આઘાત લાગ્યો છે. ખરેખર બધા કહેતા જ હતા ગામડામાં કે, સ્ત્રીને નોકરી કરાય નહીં, જ્યારે સ્ત્રીઓ ઘર બહાર પગ મૂકે ત્યારે તે કોઈના કહે રહેતી નથી પરંતુ મેં કોઈનું પણ સાંભળ્યું નહીં અને હું અહીંયા આવી ગઈ તમારી સાથે અને તમને બંનેને સપોર્ટ કર્યો નોકરી માટે. આજે મને મારા નિર્ણય પર ખૂબ જ અફસોસ થઇ રહ્યો છે.

અંજલી બોલી: બા, તમે બધા ખોટા છો. તુષાર તને પણ તારી પત્ની પર ભરોસો નથી. પ્રેમ વિશ્વાસ ઉપર ટકે છે. હું તો ભાભી સાથે બહુ રહી નહીં પરંતુ મને સુધા ભાભી પર પૂરો ભરોસો છે કારણ કે સુધા ભાભી ગામડામાં હતા ત્યારથી શહેરમાં આવ્યા ત્યાં સુધી મેં એમને સંઘર્ષ કરતા જોયા છે. ભાઈ, સુધાભાભી એ આપણા ઘર માટે શું નથી કર્યું. ગામડામાંથી શહેરમાં આવીને એમને જોબ શરૂ કરી. તમારા બંને બાળકો સાચવતા મમ્મી – પપ્પાની સેવા કરતા અને તમારું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. સુધા ભાભી પોતાના માટે ક્યારેય ખરીદી કરતા પણ જોયા નથી.  એ જ્યારે હોય ત્યારે મમ્મી – પપ્પા અને તમારું અને બાળકોનો જ વિચારતા હતા. કંઈ પણ નવી વસ્તુ લેવા જાય એ પહેલાં પરિવારને યાદ કરતા હતા. એમને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ભાભી ક્યારે પણ ખોટું પગલું ભરે નહીં. મને ભાભી પર પુરેપુરો વિશ્વાસ છે.

તુષાર કહે: મને પણ વિશ્વાસ હતો પરંતુ જ્યારે મેં વિડીયો જોયો ત્યારથી જ મારા હૃદયમાં લોહીના આંસુ વહી રહ્યા છે. મને એમ જ થાય છે કે ‘ અરે, મારા પ્રેમનો આટલો મોટો વિશ્વાસઘાત સુધાએ આપ્યો. મારામાં શું ખામી રહી ગઈ. મારી સાથે એને શું તકલીફ પડતી હતી કે એણે મને અંધારમાં રાખીને ફોરેનમાં જઈ બીજા જોડે સેટ થઈ ગઈ. સુધાને એના બાળકો પણ યાદ ન આવ્યા. સુધા આટલી બધી બેવફા કેમ બની મને તો એ જ સમજાતું નથી. અંજલી, હું શું કરું? કારણ કે હવે મને સુધા પ્રત્યે ખૂબ જ નફરત થઈ ગઈ છે.

અંજલી બોલી: ભાઈ ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોય છે. તમે તમારા દિલને પૂછો તમારા દિલ અને આત્માને પૂછો કે સુધા ભાભી ક્યારેય ખોટું પગલું ભરે તેવા છે અને મમ્મી – પપ્પા તમે તો વિચારો કે  ભાભી સવારે વહેલા ઊઠીને તમારા બન્નેનું ધ્યાન રાખતી, બાળકોનું ધ્યાન રાખતી, ભાઈનું પૂરેપૂરું ધ્યાન રાખતી હોય. એ તમને છોડીને બીજા જોડે કેવી રીતે સેટ થઈ જાય અને જો ભાભીને મન પૈસા જ મહત્વના હોત તો અહીં તેમને પૈસા ભેગા કરીને તમને જે આ મકાન ઊભું કરી આપ્યું છે એ મકાન આપણે જોડે ન હોત તો તમે અત્યારે જે સુખ સગવડો ભોગવી રહ્યા છો તે ભાભી ને કારણે છે.

તુષારભાઈ કરતાં ભાભીનો પગાર વધારે છે અને ભાભી ક્યારે પોતાના માટે તો પૈસા વાપર્યા જ નથી. તમારા પાછળ બિચારી ભાભી રાત – દિવસ એક કરીને તમને સુખ સગવડો આપવામાં કંઈ બાકી રાખ્યું  નથી અને ફોરેન પણ કંપનીના કામ માટે ગયા હતા, એ કઈ ફરવા માટે નથી ગયા. મારે તમને કેવી રીતે સમજાવવા કે સુધા ભાભીનો કોઈ દોષ નહીં હોય કદાચ ભાભી ત્યાં કંઈક તકલીફમાં હશે. તમે એ તો વિચાર કરો કે ભાભીનો ફોન કેમ સ્વીચ ઓફ થઇ ગયો છે? જો ભાભી એવા બેદરકાર નથી કે આપણને ફોન ન કર્યો હોય. અને વળી આપણને ફોન તો કર્યો હતો કે તમે મને લેવા માટે આવજો તો વિચારો ભાભી ત્યાં સેટ ના થઈ ગયા હોય. સેટ થયા હોય તો કેવી રીતે? તમને કહે કે મને એરપોર્ટ પર લેવા આવજો.

તુષાર કહે: અંજલી, હવે હું કંઈ પણ સાંભળવા માંગતો નથી. સુધા, હવે મને મારી જિંદગીમાં નથી જોઈતી. જે બીજા પુરુષ સાથે સૂતી હોય એવી સ્ત્રી સાથે હું કેવી રીતે રહી શકું. હું હવે મમ્મી – પપ્પાના કહ્યા મુજબ બીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છું. હવે હું બીજા લગ્ન કરીને સુધાને બતાવી દઈશ કે તારા વિના પણ હું ખુશીથી જિંદગી જીવી શકું છું.

અંજલી કહે: તુષારભાઈ તમે ખોટો નિર્ણય લઇ રહ્યા છો. એ દિવસ તમને જ્યારે સુધા ભાભી વિશે સત્ય હકીકત જાણવા મળશે ત્યારે તમે ખૂબ જ પસ્તાશો એના કરતાં હજુ પણ તમારી પાસે સમય છે એવું હોય તો તમે ફોરેનમાં જઈને તપાસ કરો તો તમારો પ્રેમ સાચો હોય તો તમારે સુધા ભાભીની તપાસ કરવી જોઈએ. તમે હકીકતને જાણ્યા વિના કેવી રીતે નક્કી કરી શકો કે તમારે બીજા લગ્ન કરવા છે.

તુષાર કહે: હવે હું એવા ખોટા પૈસા બગાડવા માંગતો નથી. સુધા બદલાઈ ગઈ છે. હવે તો હું એનું નામ પણ ફરીવાર સાંભળવા માંગતો નથી. આજ પછી ઘરમાં કોઈ પણ સુધાનું નામ નહીં લે અને બસ આ મારો છેલ્લો નિર્ણય છે એમ કહીને તુષાર પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
અંજલી ની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. એના મમ્મી – પપ્પા એ કહ્યું કે સુધા વિષે હવે તો આ ઘરમાં નામ લઈને ક્યારે પણ અંજલિં તું આવતી નહીં. કારણ કે સુધા અમારા માટે મરી પરવારી છે.

અંજલી આટલું સાંભળતા પોતાના હદયને મજબૂત કરી આંખોમાં આંસુ સાથે પોતાના સાસરે નીકળી ગઈ..વધુ ભાગ/4 આગળ…..

ભાનુબેન બી પ્રજાપતિ “સરિતા”

આ પણ વાંચો…જીવનનો છેલ્લો વિસામો (chhello visamo) એટલે……?

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *