Urja novel prakaran 10 part 4

પ્રકરણ:10.પ્રણય અને ઉર્જાનું લગ્નજીવન ભાગ:4 (Pranay ane Urjanu lagna jivan part-4)

પ્રકરણ:10.પ્રણય અને ઉર્જાનું લગ્નજીવન ભાગ:4 (Pranay ane Urjanu lagna jivan part-4)

Pranay ane Urjanu lagna jivan part-4: ઉર્જા સૂતેલા પ્રણયના પગ દબાવી રહી હતી.અચાનક પ્રણયની આંખો ખુલી ગઈ.પ્રણય રોમેન્ટિક સપનાંથી કમ નોહતુ.પૂનમની રાત્રી હતી,દેવતા ચંદ્ર સોળે કલાએ ખીલેલા હતા,
ઉર્જાના મન પર રોમાન્સના પ્રવાહ હાવી થઈ ગયો હતો.જેના પ્રભાવથી ઉર્જા પોતાનું હોશ ખોઈ બેઠી હતી.

      પ્રણય સફાળો જાગી ગયો,તેનાથી પુછ્યા વગર ન રહેવાયું,જાણવાની ઉત્સુકતા મનમાં ધરી પ્રણયે પૂછ્યું;”અરે…ઉર્જા… તુ…તને…શું થયું છે…તું ઠીક તો છે ને,તારે કંઈ જોઈએ છે…મને ઉઠાડ્યો હોય તો…મારી આંખ લાગી ગઈ મને એની ખબર જ ન રહી!!”

        ઉર્જા સુતેલા પ્રણયને દિ:લાસો આપતાં કહે”અરે…પ્રણય…રિલેક્સ…રિલેક્સ…હું ઠીક છું….ઉર્જા પ્રેમથી પ્રણયની કાળજી કરતાં કહે”તમને તાવ છે…આરામ કરો…પ્રણય આંખોના પલકારા થકી ના કહી રહ્યો હતો,પણ ઉર્જા ચહેરા પર લાગણીને વશ થઇ પ્રણય પર હક જતાવતા કહે”

     પ્લીઝ પ્રણય…તમારી એક નથી સાંભળવી મારે તમારે આરામ તો કરવો  પડશે…નહીં તો તમે મારું વરવું સ્વરૂપ જોશો.ચાલો હવે સુઇ જાવ”
        
          “આખું શરીર તમારુ તાવથી ધગધગી રહ્યું છે,તમને તો સાવ ગાંડા છો,તમારી તબિયતનું પણ ભાન નથી…સાવ આવું તો કંઈ હોતું હશે!”આટલું કહી ઉર્જા પ્રણયને મીઠો ઠપકો આપે છે.

       શરારતભર્યા અવાજે ઉર્જાને ચીડવતા કહે”
હા…હવે ના જોઈ હોય તો મોટી…પણ…એક વાતનો સાચે સાચો જવાબ આપ…તુ ઠીક તો છે,ને કેટલા દિવસથી તને જોવું છું,તારું વર્તન બદલાઈ ગયું.મને વિશ્વાસ નથી આવતો.આ એજ ઉર્જા છે,જેને મેં પસંદ કરી હતી?તને શું થઈ ગયું છે,ડિયર…કેમ આવું કરે…છે???

         તેને આ સપનામાં પણ નોહતુ વિચાર્યું કે ઉર્જા જેવી પથ્થર દિલ યુવતી પીગળી શકે છે,એ પણ આટલી હદે!પ્રણયના માસૂમ ચહેરા પર આવેલું શરારતી સ્મિત કોઈપણ સુંદર નારીને પ્રેમ કરવા માટે અધીરી કરી નાંખે.ઉર્જા પણ તો આખરે સ્ત્રી જ હતી.પોતાની જાતને ક્યાં સુધી રોકી શકતી!પ્રણયનુ વ્યક્તિત્વ દુશ્મનને પણ વ્હાલ જન્માવે તેવું અનુપમ હતું.સુંદર ચહેરા પર છલકાઈ રહેલું.

       પ્રણયના શરીરે ઝીણા તાવને કારણે આવેલી લાલાશ તેનું સુંદરતામાં વધારો કરી રહી હતી.આ સુંદરતાએ ઉર્જા જેવી મજબૂત યુવતીને પણ શાનભાન ભૂલાવ્યુ હતું. 

        પ્રણય માટે તો આ દ્રશ્ય વિશ્વાસ બહાર હતું.
     
        ધ્રુજતા અવાજે પ્રણય ઉર્જાને કહે”એ ઉર્જા આમ શું જોવે છે….મને ખાઈ જઈશ કે શું??”

         મસ્તી છોડો મારે તમારી સાથે ગંભીર વાત કરવી છે,આટલું કહેતાની સાથે ઉર્જા પ્રણયના માથાને પ્રેમથી સહલાઈ રહી હતી.

        પ્રણયે મસ્તીભર્યા અંદાજે ઉર્જાને કહ્યુ”ઉર્જા બોલ ને….શું કહેવું છે તારે…
        “પ્રણય મજાક નહીં કરો ને યાર…હું સિરિયસ છું તમને મજાક સુજે છે….જાવ નથી બોલવું તમાર સાથે”આટલું કહીને ઉર્જા રિસાઈ ગઈ.

       “અરે…ઉર્જા ડિયર જસ્ટ મસ્તી…બોલ શું કહેતી હતી,હું જાણું છું કે તને કહેતા શરમ આવતી હશે,ચાલ હું પાછો સિરિયસ મૂડમાં આવી
જઉ.ચાલ હવે કહી દે…”આટલું કહેતાની સાથે પ્રણયના ચહેરે ગંભીરતા આવી ગઈ.

          “કેવી રીતે કહું મને સમજ નહીં આવતું”આટલુ કહી ઉર્જા ગંભીર થઈ.

લે….વળી તારા મનમોહક કોયલ સમો કંઠ રેલાવતા તારા હોઠથી બીજા તો શાનાથી કહીશ,વધુમાં કહે જો તું આંખોથી કહીશ તો મારા જેવો ધાયલ વધુ ધાયલ થશે.”આટલું કહેતાની સાથે પ્રણયના અવાજમાં ધ્રૂજારીની સાથે મધુર હાસ્ય છલકાઈ ગયું.

          “ઉર્જા તમે નહીં સુધરો…પ્રણય…મારે તમને એક વાત કહેવી છે,જે કેટલા દિવસથી વિચારી રહી છું,પણ તમારો શરારતી સ્વભાવ મને કહેતા રોકે…છે…હવે…પણ આજે તો હું કહીને જ રહીશ…”

પ્રણય થોડો અકડાતા બોલ્યો”હવે કહે ને શું કહેવા માંગે છે તે,જો ઉર્જા મારી તબિયત ઠેકાણે નથી,તારે જે કહેવું હોય તે કહે…નહીં તો તારા મનની વાત જાણવાની ઉત્સુકતા મને રાત જગાડશે…”

          વધુમાં હવે આગળ….પ્રકરણ:11.પ્રણય અને ઉર્જાનું લગ્ન જીવન ભાગ:5

આ પણ વાંચોWHO warning: ડબલ્યુએચઓની ચેતવણી, કહ્યું- દુનિયા કોરોનાને સામાન્ય ફ્લુ સમજવાની ભૂલ ના કરે

Gujarati banner 01