Urja novel part 30

Urja part-30: સંજનાના કાવતરાની ઉડાણપુર્વક તપાસ

પ્રકરણ:30 (Urja part-30) સંજનાના કાવતરાની ઉડાણપુર્વક તપાસ

 Urja part-30: પણ આ દ્રશ્ય ચાર દિવસ સુધી સતત રિપિટ થતું રહ્યું. એટલે ઉર્જાને ચિંતા થઈ, પણ ઉર્જા એટલી સક્ષમ હતી કે તે પોતાનો બચાવ જાતે કરી શકે.સંજના કોઈ કારણોસર બહાર ગઈ,અંજનાબહેન તેના કમરાની સાફસફાઈના બહાને ગયા,રુમમાં એવું તો કંઈ ન મળ્યું કે આને દોષમા લઈ શકાય,

         અંજનાબહેન કહે એ સંજનાના બાપુ તમને શું થાય છે? પારિતોષભાઈ ધ્રુજતા કહે”જો…સંજનાના મમ્મી તમને જણાવી દઉ છું કે મારુ મોત જો થાય તો આ સંજનાને અહી આવવા ન દેવી.”
પણ કેમ અંજનાબહેને રડમસ અવાજે કહ્યું”કેમ આવુ બોલો છો દિકરી માટે આવા શબ્દો…. શું વાત છે…. સંજનાના બાપુ શું છુપાવો છો મારાથી…જે હોય તે સાચું કહેજો…”

અંજનાબહેન વ્યાકુળ થઈ કહે”કેમ આવુ બોલો છો….આમ ન બોલાય આપણી બદ્દુવા બાળકોને જલ્દી લાગી જતી હોય છે…અને સંજના તો ગમે તોય આપણુ ખુન છે….આપણી દિકરી છે….એ મનની ખરાબ નથી પણ રાહ ભટકી ગઈ છે…તો એને સીધી રાહ પર આપણે તો લાવવાની હોય….”

        પારિતોષભાઈ આંખ દેખાડી કહે”તમે કશું જ નહીં બોલો સંજનાના મમ્મી મેં તમને કહ્યું કે છોકરી મારા માટે હવે મરી ચુકી છે…તમે નામ નહીં લો….તમારે સંબંધ રાખવો.હોય તો રાખી શકો છો.તમારી મરજી…આપણી દિકરી ને તમે કેટલી સમજાવી તમે જોઇ શકો છો તમે પરિણામ તો તમારી નજર સમક્ષ…સંજના આમ સુધરે એવી આશા રાખવી પણ મુર્ખામી છે….”

         ઉર્જા પારિતોષભાઈ ને શાંત પાડવા પ્રયાસ કરે છે”પપ્પા તમે આરામ કરો ડોક્ટરે તમને ચિંતા કરવાની ના પાડી છે…મને આમપણ સંજના બહેનનુ કંઈ પણ નથી ખોટું લાગતું, પણ પપ્પા તમે આમ કરશો તો મને વધુ લાગી આવશે…તમે એવું ઈચ્છો કે મને દુઃખ થાય…!!”

     ઉર્જાના માથે પ્રેમથી હાથ પ્રસરાવતા કહે”ન…દિકરા….તુ તો અમારો સહારો છો દિકરા…કોઈ બાપ…પોતાના દિકરીને આમ દુઃખમાં કેવી રીતે જોઈ શકે એ પણ કોઈ વાંક કસૂર વગર…”

પપ્પા કોને કહ્યુ કે મને દુઃખ છે તમારા જેવા મમ્મી પપ્પા હોય એને કોઈ દુઃખ જ હોય ને પપ્પા તમે ખોટી ચિંતા ન કરો…તમે આરામ કરો પપ્પા…”અંજનાબહેન પણ ઉર્જાની વાતમાં જોડાય છે.
         
      અંજનાબહેને ક્યારેય તેમને સંજનાના નામ પર આટલા બધા વરસતા નથી જોયા,એટલે તો તેમને શંકા થવા લાગી.

        પારિતોષભાઈ તમે સચ્ચાઈ ન જાણો એટલું સારું કેમકે સચ્ચાઈ મારા જેવો મજબૂત નહીં પચાવી શક્યો તો તમારુ તો કંઈ કહેવાય નહીં….”

           અંજનાબહેન કહે બોલો હવે શું વાત છે ક્યારનાય ગોળ શું કામ ફેરવે જાવ છો….શું છૂપાવો છો મારાથી કહો ઉર્જા પણ મમ્મીની વાતમાં જોડાય છે…”

       પારિતોષભાઈ ગભરાટ અનુભવતા કહે”તમને ખરાબ સમાચાર સાંભળવાની ઈચ્છાએ હદ વટાવી છે તો સાંભળો…આપણુ આ ઘર ગીરવે મૂકવામાં આવ્યું છે પચાસ લાખ તો ચુકવવાના જ છે મારી લથળતી તબિયત હોવાથી લેટ થઈ જવાયું છે,તો થોડા દિવસ માં આપણા ઘરમાં શીલ લાગી જશે…આ સાંભળી કોની તબિયત ઠીક રહે તમે જ કહો….”

         અંજનાબહેન બેહોશ થઈ ગયા આ સાંભળી,પાણી છટકોરી તેમને હોશમાં લાવવામાં આવ્યા.પણ મગજ બેર મારી ગયેલું શું કરવું એનો કોઈ ઉપાય નોહતો.
        એમાં દિકરા પ્રણયને સંજનાનુ બચપણ છે,આપણી સારી નરસી યાદો આ ઘર સાથે જોડાયેલી છે…આમ આપણા મહેનતની પુંજી છિનવાઈ જાય એ કેમ જીરવાય તમે કહો.
પારિતોષભાઈ પોતાની જાતને હિંમત સ્વસ્થ કરતાં કહે”સંજના જે અનર્થ કરવાનું હતું એ કરી ગઈ,પણ હવે ઉર્જા દિકરી ની જાનની દુશ્મન બની બેઠી છે,એ હું મારા જીવતા જી ક્યારેય નહીં થવા દઉં.”

અંજનાબહેન પતિને શાંત પાડતાં કહે તમે શાંત થઈ જાવ,આપણી દિકરી સંજના પર આવો આરોપ ન મુકાય, એવી રીતે કેમ કોઈ આરોપ મૂકી દેવાય…આપણે જાણીએ આપણી દિકરીને ઉર્જાથી થોડી અદેખાઈ છે,પણ એનો આવો મતલબ થોડો હોય…”

અંજનાબહેનની વાતનું સમર્થન કરતાં ઉર્જા કહે” હા….પાપા આમ તમે સંજનાબહેન પર આરોપ ન મુકી શકો,આમ પણ તમારા આશીર્વાદ છે મને કંઈ જ નહીં થાય…તમે નિશ્ચિત રહો…આમાંથી બહાર કેવી રીતે નિકળવું એ વિચારીએ પપ્પા…”

         આપણી દિકરી સંજનાને શું આ દિવસ જોવા માટે આપણે આ દુનિયામાં લાવેલા ક્યાયનાય ન રાખ્યા આપણનેઆપણી
સંજનાએ…

       અંજનાબહેન પર આકરા થઈ બરાડે છે”ઓ….મમતાની મુર્તિ હવે…..કંઈક પરિસ્થિતિ સુધારવાનો ઈરાદો હોય તો મમતાની પટ્ટી ઉતારો તો જોવો કે આપણી સંજનાએ આપણને લોહીના આંસુ રડાવ્યા છે,મને યાદ છે રાત્રે મારી ઉંઘ ઉડી ગઈ હતી, સંજનાના રુમમાં આવી રહેલા અવાજે મને ત્યાં જવા પ્રેર્યો,મને વધુ કંઈ જ સંભળાયુ,મેં એને ફોનમાં વાત કરતાં સાંભળી હતી,પણ આટલી હદે ઉર્જા સાથે દુશ્મનાવટ લેશે એવો મને પણ ખ્યાલ નોહતો.”

અંજનાબહેન પ્રશ્ન કરતાં કહે, આપણી મકાનની પ્રોપર્ટી અને સંજનાની ફોનમાં ચાલી રહેલી વાતચીત સાથે શો સંબંધ…”
એજ તો વિચારવા જેવું છે હું સવારે બેન્કમાં તપાસ કરવા જઉ તો ખબર પડે.આટલુ કહી પારીતોષ ભાઈની આંખ લાગી ગઈ.ઉર્જા સાસુમાને શાંત કરી રહી હતી.આટલુ કહી પારીતોષ ભાઈની આંખ લાગી ગઈ.ઉર્જા સાસુમાને શાંત કરી રહી હતી.સંજના બપોરે ઘરે આવી એટલે અંજનાબહેનથી શકની નજરે પુછ્યા વગર ન રહેવાયું”તુ ક્યાં હતી સંજના અમે કેટલી શોધી,તારા પપ્પા તને કેટલી યાદ કરી બેટા….”

મમ્મી પપ્પા આવો ઢોગ શુ કામ કરો છો તમે મને યાદ કરો એ વાત મને ન પચે કેમકે તમારી આ વહુ ઓછી દિકરી વધુ ઉર્જા છે તો તમને મારી યાદ ક્યાંથી આવવાની…તમારે મારી પાસે કંઈ વાત કઢાવવી છે એટલે તમે આવી મિઠાશ ઘોળી રહ્યા છો એમ સીધે સીધું કહો ને….એમ તો મને પણ સમજ આવે છે માણસની સાઈકોલોજી”પારિતોષભાઈ ગુસ્સામાં દાંત ભીસતા કહે”સંજના બોલવામાં મર્યાદા રાખ….તારી મમ્મી પૂછે એનો જવાબ આપ…”

ઉર્જા તેના સસરા પારિતોષભાઈને ઈશારાથી શાંત રહેવા કહે છે”સંજના જોડે સૌએ સંબંધ લગભગ ઓછા જ કરી નાંખ્યા.બીજા દિવસે ઉર્જા ઘરનું કામ પરવારી ઓફીસ જવાની તૈયારી કરી રહી હતી પારિતોષભાઈએ વિનંતીપુર્વક કહ્યું દિકરા ઉર્જા મને બેન્ક સુધી છોડી આવે… દિકરી શું છે એ તો તપાસ કરી આવુ બેન્કમાં જઈને. સસરાની વાતનું સમર્થન કરતાં કહે”હા  “હા  પપ્પા કેમ નહીં…તમે બેસી જાવ હું પણ આવું છું મે આમ પણ આજે ઓફિસમાં રજા રાખી છે, કેમકે મારે પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું છે તો અહીં જ ઘરેથી જ તૈયાર કરે.પારિતોષભાઈ ઉર્જાને કહે લે જોતજોતા બેન્ક આવી ગઈ,બેન્ક ઓફ બરોડાના મેનેજર સાથે વાત કર્યા પછી પૂછપરછ કર્યા વગર ન રહેવાયું કે પ્રોપટીના પેપર લઈ ઉર્જા સામે જોઈ કહ્યું આ છોકરી આવી હતી…

બેન્ક મેનેજર કહે ના…ઉર્જા કુતૂહલ મા સરી પડે છે કે પપ્પા હું આવું શું કામ કરુ મને કો…મને શું પ્રોબ્લેમ છે તમારા ને મમ્મી થી તો આ વસ્તુ કરુ તમને મારી પર શક થયો એનો મતલબ એ થયો કે તમને આ દિકરી પર વિશ્વાસ ઉઠી ગયો… ઉર્જાને રડતી જોઈ પારિતોષભાઈ કહે રડ નહીં દિકરા મને તો તારા ઉપર વિશ્વાસ છે બેન્કની સી.સી.ટી.વી.ફૂટેજ જોઈ તો પગ નીચેથી જમીન સરકી ગઈ,તેમની દિકરી સંજના હતી.જે શક હતો એતો પાક્કો વિશ્વાસમાં પરિણમ્યો.પણ આ પરિસ્થિતિ ઠીક કેવી રીતે કરવી એમાં પારિતોષભાઈ અને ઉર્જા લાગી ગયેલા.

બેન્ક મેનેજરે કહ્યું કે”તમારી પરિસ્થિતિ જોઈને તમને મહીનાની મુદ્દત આપીએ છીએ,50લાખ ડિપોઝિટ આપી દેજો નહીં તો તમારા ઘરમાંથી સામાન અમારે જબરજસ્તી ઘુસી બહાર ફેકી દેવો પડે એ અમને યોગ્ય નથી લાગતું માટે નક્કી તમારે કરવાનું છે…”

સોરી….આ સાંભળી પારિતોષભાઈ તૂટી જ ગયેલા આખુંય વર્ષ કઠોર પરિશ્રમ કરતાંય પચાસ લાખ ન થાય તો મહીનામાં કેવી રીતે શક્ય બનશે…”

(પારિતોષભાઈ બેન્ક નું દેવું ભરી શકશે કે કેમ હવે પછી સંજનાના ઈરાદાથી પરિચિત થશે અને થશે તો પણ તેમનું આગળનું કદમ શું હશે તે જોવા માટે ભાગ નં: 31વાચવાનુ ભૂલશો નહીં….)

આ પણ વાંચો..Intjaar part-15: કુણાલ કહે ખરેખર મમ્મી મને તો આજે તારી જેમ નવાઈ લાગે છે એન્જલિના અને વળી રસોઈ!!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *