writer’s Thoughts: તકલીફમાં તકદીર ફરે છે..
!! ફરે છે !!(writer’s Thoughts)
તકલીફમાં તકદીર ફરે છે,
રોગી ભોગી આમતેમ ફરે છે.
સંભાળીને ચાલજે દિકરી તું,
અહીં માનસિક રોગી તરે છે.
વ્હાલ કરી અહીં વીંધી નાખી,
સભ્યતા અહીં ખેલ કરે છે.
ભર ઉનાળો છે આવીને જો,
ઘરમાં આ છત કેમ ઝરે છે.
ને ‘રાહગીર’ સંભાળીને ચાલજે,
કળયુગ અહીં નાટક કરે છે.
**********

