sri lanka govt blocks access to social media

Sri lanka govt blocks access to social media: શ્રીલંકામાં કરફ્યૂ બાદ હવે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ

Sri lanka govt blocks access to social media: શનિવારની રાતથી જ સોશિયલ મીડિયા સાઈટસ કામ કરતી બંધ થઈ ગઈ

નવી દિલ્હી, 03 એપ્રિલઃ Sri lanka govt blocks access to social media: શ્રીલંકામાં સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. સરકારે કરફ્યૂ લગાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર પણ બેન લગાવી દેવાયો છે.ફેસબૂક, ટ્વિટર અને વોટસએપ જેવા સોશિયલ મીડિયા લોકોના પહોંચની બહાર છે.

શનિવારની રાતથી જ સોશિયલ મીડિયા સાઈટસ કામ કરતી બંધ થઈ ગઈ છે.સરકારે તેના પર બ્લેક આઉટ લગાવ્યો હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

સરકાર સામે દેશના અલગ અલગ ભાગોમાં દેખાવો થઈ રહ્યા છે અને તેના કારણે જ સોશિયલ મીડિયા પર સરકારે પ્રતિબંધ મુકયો હોવાનુ મનાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ Gujarat Government decision for teacher: શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ?

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સરકારે લોકોને રસ્તા, રેલવે સ્ટેશન તેમજ દરિયા કિનારા સહિતના સાર્વજનિક સ્થળો પર જવા રોક લગાવી દીધી છે.કરફ્ય દરમિયાન જોકે કેટલીક આવશ્યક સેવાઓને છુટ અપાઈ છે.

શ્રીલંકામાં લગાવાયેલો કરફ્યુ સોમવાર સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે.દેશના લોકો પેટ્રોલ ડિઝલ અને જીવન જરુરિયાતની બીજી વસ્તુઓની તંગી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સેના અને પોલીસને લોકો સામે કાર્યવાહી કરવા માટે વધારે સત્તા આપી દીધી છે.

આ પણ વાંચોઃ Dev Anand: મૌત ભી ખ્વાબ હૈ, જૈસે જિંદગી એક ખ્વાબ હૈ..!

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.