Malhar Thakar wedding: ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોષી લગ્નના બંધને બંધાયા
Malhar Thakar wedding: પૂજા જોશીએ એવું જણાવ્યું હતું કે કામ કરતા કરતા ક્યારે એકબીજાને ગમવા લાગ્યા તેની તેમને પણ ખબર ન પડી
અમદાવાદ, 27 નવેમ્બરઃ Malhar Thakar wedding: ગુજરાતના લોકપ્રિય અભિનેતા મલ્હાર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના તાંતણે બંધાયા છે. બંનેએ પોતાના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેની જોડી ઘણા બધા ફિલ્મો અને વેબસિરીઝમાં પણ જોવા મળી છે.
લગ્નમાં પૂજા જોશીએ પાનેતર પહેર્યું હતું જ્યારે મલ્હાર ઠાકર ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા. તસવીરોમાં બંનેના ચહેરામાં ખુશી સ્પષ્ટ પણ જોઈ શકાય છે.
બંને કલાકારો એકસાથે બે સિરીઝમાં કામ પણ કરી ચૂક્યા છે. જેમાં “વાત વાતમાં” વેબ સિરીઝની અંદર બંનેએ સાથે કામ કર્યું હતું. સાથે જ “વીર ઈશાનું સિમંત” ફિલ્મ અને “લગ્ન સ્પેશ્યલ” ફિલ્મમાં પણ બંનેએ જોડે કામ કર્યું હતું.
આ પણ વાંચો:- Relief for pensioners: પેન્શનધારકો માટે રાહતના સમાચાર; ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
એક ઇન્ટરવ્યુમાં પૂજા જોશીએ એવું જણાવ્યું હતું કે કામ કરતા કરતા ક્યારે એકબીજાને ગમવા લાગ્યા તેની તેમને પણ ખબર ન પડી અને અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.