Planned to kill salman khan: સલમાન ખાનનો જીવ જોખમમાં, બિશ્નોઇ ગેંગના ટાર્ગેટ પર છે ભાઇજાન- વાંચો વિગત

Planned to kill salman khan: લોરેન્સ ગેંગે છેલ્લા ત્રણ મહિનામાં સલમાન પર હુમલો કરવાનો બેવાર પ્રયાસ કર્યો

બોલિવુડ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Planned to kill salman khan: સલમાન ખાન છેલ્લા ચાર વર્ષથી બિશ્નોઇ ગેંગના ટાર્ગેટ પર છે. આ ગેંગે આ વર્ષોમાં એક્ટરની હત્યા કરવાનો છ વાર પ્રયાસ કર્યો હતો. હવે પંજાબ પોલીસે આ કેસમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. લોરેન્સ ગેંગે છેલ્લા ત્રણ મહિનામાં સલમાન પર હુમલો કરવાનો બેવાર પ્રયાસ કર્યો હતો. ગેંગે સલમાને ફાર્મહાઉસના રસ્તામાં મારવાનો પ્લાન બનાવ્યો હતો.

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ પહેલાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાન ખાનને મારવા માટે પ્લાન B તૈયાર કર્યો હતો. આ પ્લાનને ગોલ્ડી બરાડ, કપિલ પંડિત લીડ કરતા હતા. પંજાબ પોલીસે શૂટર કપિલ પંડિતની ત્રણ દિવસ પહેલાં જ ભારત-નેપાળ બોર્ડર પર ધરપકડ કરી હતી. પૂછપરછમાં કપિલ પંડિતે તમામ વાતો કહી હતી. મુંબઈના વાજે વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક પુંડી તથા અન્ય બે શૂટર્સે ભાડે રૂમ લીધો હતો.

પનવેલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. તે ફાર્મહાઉસના રસ્તામાં જ લોરેન્સના શૂટર્સે રેકી કરીને રૂમ ભાડે લીધો હતો. તેઓ અહીંયા દોઢ મહિનો રોકાયા હતા. લોરેન્સના આ તમામ શૂટર્સ પાસે સલમાન પર હુમલો કરવા માટે ગન તથા કારતૂસ પણ હતા.

આ પણ વાંચોઃ CBC captivated visitors: કર્તવ્ય પથ પર રંગોનાં હંગામાથી સેન્ટ્રલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશનના કલાકારો મુલાકાતીઓને મોહિત કરે છે

શૂટર્સને એ વાતની જાણ હતી કે હિટ એન્ડ રન કેસમાં નામ આવ્યા બાદ સલમાન ખાનની કારની સ્પીડ ઘણી જ ઓછી છે. પનવેલમાં જ્યારે પણ સલમાન આવે છે તો તેની સાથે બૉડીગાર્ડ શેરા હોય છે.

એટલું જ નહીં શૂટર્સે રેકી કરી હતી કે સલમાન ખાન પનવેલના કયા રસ્તેથી ફાર્મહાઉસ જાય છે. શૂટર્સે ફાર્મહાઉસના સુરક્ષાગાર્ડ્સ સાથે એક્ટરના ચાહક બનીને મિત્રતા કરી લીધી હતી. આ રીતે શૂટર્સ સલમાનની તમામ ગતિવિધિ પર ધ્યાન રાખી શકતા હતા. આ સમય દરમિયાન સલમાન ખાન બે વાર ફાર્મહાઉસ આવ્યો હતો, પરંતુ બિશ્નોઇ ગેંગ અટેક કરી શકી નહોતી.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી. બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ કારમાં 4461 cc એન્જિન તથા 262 BHPનો મહત્તમ પાવર છે.

આ પણ વાંચોઃ Congress targeted AAP: કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફોર્ન્સ યોજી, આમ આદમી પાર્ટીની રાજનીતિ પર નિશાન સાંધ્યુ

Gujarati banner 01