Raj kundra 1

Raj kundra pornoghraphy case: રાજ કુંદ્રાને મળી રાહત, આગામી ચાર અઠવાડિયા સુધી ધરપકડ નહીં થાય- વાંચો વિગત

Raj kundra pornoghraphy case: હાઇકોર્ટમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું કે તેના વીડિયો એરોટિક છે, પરંતુ તેમાં કોઈ ફિઝિકલ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી બતાવવામાં આવી નથી. તે કોઈ પણ જાતના પોર્ન વીડિયો બનાવવામાં તથા પ્રસારિત કરવામાં સામેલ નથી

બોલિવુડ ડેસ્ક, 16 ડિસેમ્બરઃ Raj kundra pornoghraphy case: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝેસમેન રાજ કુંદ્રાની આ વર્ષે 19 જુલાઈના રોજ પોર્ન ફિલ્મ બનાવવાના તથા ડિસ્ટ્રીબ્યૂટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ રાજને જામીન મળ્યા હતા. હવે બુધવાર, 15 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રાજ કુંદ્રા(Raj kundra pornoghraphy case)ને ચાર અઠવાડિયાની રાહત આપી છે. શર્લિન તથા પૂનમે કહ્યું હતું કે કુંદ્રાએ તેમને પોર્ન ફિલ્મના શૂટિંગ માટે મજબૂર કર્યા હતા. આ કેસમાં કુંદ્રાની આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

25 નવેમ્બરે રાજ કુંદ્રાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ પહેલાં બોમ્બે હાઇકોર્ટે રાજ કુંદ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું કે તેના વીડિયો એરોટિક છે, પરંતુ તેમાં કોઈ ફિઝિકલ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી બતાવવામાં આવી નથી. તે કોઈ પણ જાતના પોર્ન વીડિયો બનાવવામાં તથા પ્રસારિત કરવામાં સામેલ નથી. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Fire in GFL company: ગુજરાતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા, બે કામદારોના મોત નિપજ્યાં- વાંચો વિગત

હાઇકોર્ટે આ કેસમાં રાજ કુંદ્રા ઉપરાંત પાંચ અન્ય આરોપીઓની આગોતરા અરજી ફગાવી દીધી હતી. પોર્ન ફિલ્મ બનાવવાના કેસમાં પૂનમ પાંડે, શર્લિન ચોપરા તથા ગેહના વશિષ્ઠને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ મેકિંગ કેસમાં 19 જુલાઈથી 21 સપ્ટેમ્બર સુધી જેલમાં રહ્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ વિરુદ્ધ 1500 પેજની ચાર્જશીટ ફાઇલ કરી હતી. જોકે, ગેહના વશિષ્ઠે કહ્યું હતું કે શર્લિન જ રાજને બોલ્ડ કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવી હતી. શર્લિન માત્ર ધ્યાન ખેંચવા માટે રાજ પર આરોપો મૂકી રહી છે.

Whatsapp Join Banner Guj