Virushka baby boy: અનુષ્કા અને વિરાટ કોહલીની ઘરે દીકરાનો જન્મ, આ છે વામિકાના નાના ભાઈનું નામ- વાંચો વિગત

Virushka baby boy: વિરાટે પોતાના બીજા બાળકની જાહેરાત વિરાટ કોહલીએ સત્તાવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે

બોલિવુડ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Virushka baby boy: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે આજે બીજી વાર પારણું બંધાયું છે. પોતાના બીજા બાળકની જાહેરાત વિરાટ કોહલીએ સત્તાવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Mobile ban in UK school: UKની શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ, PM ઋષિ સુનકે ક્રિએટિવ રીતે સમજાવ્યુ કારણ- જુઓ વીડિયો

વિરાટે પોસ્ટમાં લખ્યું “અનહદ ખુશી અને અમારા હૃદયના તમામ પ્રેમ સાથે, અમને દરેકને જણાવતા આનંદ થાય છે કે 15મી ફેબ્રુઆરીના રોજ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈને આ દુનિયામાં આવકાર્યા છે!”

“અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી ગોપનીયતાનું સન્માન કરો.”

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો