mobile phone ban in UK schools

Mobile ban in UK school: UKની શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ, PM ઋષિ સુનકે ક્રિએટિવ રીતે સમજાવ્યુ કારણ- જુઓ વીડિયો

Mobile ban in UK school: બ્રિટિશ રાષ્ટ્રપતિ ઋષિ સુનકે શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવી દીધો, અન્ય દેશોમાં પણ આ નિર્ણયની થઇ રહી છે પ્રશંસા

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ Mobile ban in UK school: છેલ્લા બે વર્ષથી નાના – મોટા સૌ કોઇ મોબાઇલના રસીયા થઇ ગયા છે. તેમાં પણ બાળકોમાં તો સારામાં સારા ફોન વાપરવાની હોડ લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. જેની અસર ક્યાંકને ક્યાક તેમના ભણતર પણ પડી રહી છે. અત્યારના બાળકો માટે મોબાઇલ તે વ્યસન બની ગયુ છે એમ કહેવુ પણ ખોટુ નથી. બાળકો માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એકદમ સામાન્ય બાબત છે, જેને ધ્યાનમાં લઈને બ્રિટિશ સરકારે મોટો નિર્ણય લીધો છે. જેની અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. બ્રિટિશ રાષ્ટ્રપતિ ઋષિ સુનકે શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચોઃ 10 Congress MLA Suspended: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ- વાંચો શું છે મામલો?

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે X (અગાઉ ટ્વિટર) પર એક સર્જનાત્મક વીડિયો સંદેશ શેર કર્યો છે, જે વર્ગખંડોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાની સરકારની નવી નીતિને સમર્થન આપ્યું છે. જેનો ઉદ્દેશ્ય વધુ સુરક્ષિત અને વધુ કેન્દ્રિત શિક્ષણ વાતાવરણ બનાવવાનો છે. તમને જણાવી દઈએ કે, સરકારે 19 ફેબ્રુઆરીના રોજ નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં ઈંગ્લેન્ડની શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો