Connected Car Solutions: ભારતીય SUV માર્કેટમાં આધુનિક ‘કનેક્ટેડ કાર સોલ્યુશન્સ’ લાવવા માટે MG મોટર ઈન્ડિયા અને જીઓની ભાગીદારી

Connected Car Solutions: જીઓનું ઓલ 4G નેટવર્ક MGની આગામી મિડ-સાઇઝ SUVના ગ્રાહકોને દૂરસ્થ સ્થાનોમાં પણ હાય સ્પીડ કાર કનેક્ટિવિટી પ્રદાન કરશે

● Connected Car Solutions: જીઓના eSIM અને IOT સોલ્યુશન્સ રિયલ-ટાઇમ ઇન્ફોટેન્મેન્ટ અને ટેલીમેટિક્સનો એક્સેસ આપશે

નવી દિલ્લી, 03 ઓગસ્ટ: Connected Car Solutions: સર્વશ્રેષ્ઠ કનેક્ટેડ કાર ટેક્નોલૉજી પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે MG મોટર ઈન્ડિયાએ આજે IOT સ્પેસ પર ભારતની સૌથી વિશાળ ડિજિટલ સેવા પ્રદાતા કંપની જીઓ સાથે ભાગીદારી ઘોષિત કરી. ઓટો-ટેક પ્રવર્તક તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કરીને MG મોટર ઈન્ડિયા પોતાની આગામી મિડ-સાઇઝ SUVમાં જીઓના IoT સોલ્યુશન્સ દ્વારા સક્ષમ IT સિસ્ટમ્સનું સીમલેસ ઇંટિગ્રેશન પ્રસ્તુત કરશે.

આ ભાગીદારીથી સક્ષમ એવા નવા યુગના મોબિલિટી સોલ્યુશન્સને શક્ય બનાવશે, જે આ અગ્રણી કાર ઉત્પાદકની ભવિષ્યલક્ષી મોબિલિટી એપ્લીકેશન્સ બનાવવાની (Connected Car Solutions) અને ઉપભોક્તાને અદ્ભુત અનુભવ આપવાની ઉમંગને અધોરેખિત કરે છે. ભારતની સૌથી મોટી ઇંટિગ્ર્રેટેડ ટેલિકોમ સેવા પ્રદાતા કંપની જીઓ, ઉપભોક્તાઓ અને ઉદ્યમોને વિવિધ સેવા આપવા માટે ડિઝાઇન કરેલ ઓટોમોટિવ સોલ્યુશન્સને સપોર્ટ કરશે. MG ની આગામી મિડ-સાઇઝ SUVના ગ્રાહકોને માત્ર મેટ્રો શહેરોમાં નહીં, પણ નાના નાના ગામો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ શ્રેષ્ઠ ગુણવત્તા વાળી કનેક્ટિવિટી સાથે, જીઓની વિશાળ ઇન્ટરનેટ પહોંચનો લાભ મળશે.

જીઓનું આ આધુનિક યુગનું કનેક્ટેડ વાહન સોલ્યુશન એટલે હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટિવિટીનું મિશ્રણ છે, જે યુઝર્સને મુસાફરી દરમિયાન ટ્રેંડિંગ ઇન્ફોટેનમેંટ અને રિયલ ટાઈમ ટેલીમેટિક્સને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવશે અને આ રીતે તે ડિજિટલ જીવનના લાભો એક વાહનમાં અને તે વાહનમાં મુસાફરી કરતાં યાત્રીઓ સુધી લઈ આવશે.

આ ભાગીદારી અંગે વાત કરતાં MG મોટર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડાઇરેક્ટર રાજીવ ચાબાએ કહ્યું, “આટોમોબાઇલ ઉદ્યોગમાં ટેક્નોલૉજી અને ઇનોવેશન કનેક્ટેડ કારના ક્ષેત્રને આગળ લઈ જાય છે. વર્તમાન ટ્રેન્ડ સોફ્ટવેર સંચાલિત ઉપકરણો પર વધુ ને વધુ ફોકસ કરી રહ્યો છે. અને IoT ક્ષેત્રે જીઓ જેવા ટેક-ઇનોવેટર (Connected Car Solutions) સાથે અમારી ભાગીદારી એ MG મોટર ને એક ટેક લીડર તરીકે આટોમોબાઇલ ઉદ્યોગ માં સ્થાપિત કરવાની દિશામાં ભરેલ એક ડગલું છે. આ ભાગીદારી એ વાતને સુનિશ્ચિત કરશે કે અમારી આગામી મિડ-સાઇઝ કનેક્ટેડ SUV ડ્રાઇવિંગ અનુભવને વધુ સરળ બનાવશે અને ટેક્નોલૉજીના સમર્થન સાથે સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે.”

જીઓના ડાઇરેક્ટર અને અધ્યક્ષ કિરણ થોમસે કહ્યું, “જીઓ ભારતીય યુઝર્સ માટે આધુનિક ટેક્નોલૉજી ઉત્પાદનોની એક ઇકોસિસ્ટમ બનાવી રહી છે. MG મોટર ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારી એટલે એ દિશામાં ભરેલ એક મહત્ત્વનું ડગલું છે. જીઓના eSIM , IoT અને સ્ટ્રીમિંગ સોલ્યુશન્સ MG યુઝર્સને રિયલ ટાઈમ કનેક્ટિવિટી, ઇન્ફોટેનમેંટ અને ટેલીમેટિક્સને એક્સેસ કરવા સક્ષમ બનાવશે. ઇનોવેશનના
મુખ્ય સ્તંભ સાથે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ટેક્નોલૉજીકલ ઈવોલ્યુશન પ્રત્યેની આ વચનબદ્ધતા છે.”

આ પણ વાંચો…NIMCJ in National Ranking: સતત ચોથા વર્ષે ” આઉટલુક”ના નેશનલ રેન્કિંગમાં એનઆઇએમસીજે (NIMCJ)નો સમાવેશ

ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ઇનોવેશનની દ્રષ્ટિએ અગ્રણી MG મોટરે ભારતમાં તેના સંચાલનની શરૂઆતથી જ ઓટો ટેક ઇનોવેશન પર ફોકસ રાખેલ છે. આ કાર ઉત્પાદક કંપનીએ ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ઘણી નવી બાબતો દાખલ કરેલ છે અને ઇન્ટરનેટ / કનેક્ટેડ કાર, ઓટોનોમસ લેવલ વન ADAS ટેક્નોલૉજી અને ઈલેક્ટ્રિક કાર્સ માટેની ગ્રાહકોની માંગણીમાં વધારો કરેલ છે.

MG મોટર ઈન્ડિયાએ ભારતમાં તેની પોતાની મુસાફરી દેશની પ્રથમ ઇન્ટરનેટ-કનેક્ટેડ કાર – MG હેક્ટર લૉન્ચ કરીને કરી હતી. તે બાદ પ્યોર ઈલેક્ટ્રિક ઇન્ટરનેટ SUV – MG ZS લૉન્ચ કરી. તેણે લેવલ I ઓટોનોમસ ફીચરો, જેવા કે ઓટોનોમસ ઇમર્જન્સી બ્રેકિંગ (AEB), એડાપ્ટિવ ક્રુઝ અને અન્ય એડવાન્સ ફીચરો સાથેની ગ્લોસ્ટર પર લૉન્ચ કરી છે.

Whatsapp Join Banner Guj

MG મોટર ઈન્ડિયા વિશે
મોરિસ ગેરેજિસની સ્થાપના 1924 માં UK માં થઈ હતી. આ કંપની તેની સ્પોર્ટ્સ કાર, રોડસ્ટર અને કેબ્રિઓલેટ શૃંખલા માટે જાણીતી હતી. બ્રિટિશ વડાપ્રધાન અને બ્રિટિશ રાજવી પરિવાર સાથે અનેક હસ્તીઓને આ ગાડીઓનું આકર્ષણ હતું, જેનું કારણ હતું, સ્ટાઇલ, લાવણ્ય અને દમદાર પ્રદર્શન. MG કાર ક્લબની સ્થાપના 1930 માં એબિંગ્ડન, UK માં થઈ હતી. તેના વફાદાર ચાહકોની સંખ્યા કેટલાક હજારોમાં છે. કોઈ પણ એક કાર બ્રાન્ડ માટે આ સૌથી મોટા ફૅન ક્લબ્સ માંથી એક છે. ગત 96 વર્ષોમાં MG એક આધુનિક, ફ્યુચરિસ્ટિક અને ઇનોવેટિવ બ્રાન્ડ બન્યો છે. MG મોટર ઈન્ડિયાનો અત્યાધુનિક કાર ઉત્પાદન પ્લાન્ટ હાલોલ, ગુજરાતમાં આવેલ છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 80,000 વાહનોની છે.

અને અહીં લગભગ 2500 જેટલા કર્મચારીઓ કામ કરે છે. પોતાના CASE (કનેક્ટેડ, ઓટોનોમસ, શેયર્ડ અને ઈલેક્ટ્રિક) મોબિલિટીના વિઝનથી પ્રેરિત થઈને આ આધુનિક કાર ઉત્પાદન કંપનીએ આજે ઓટોમોબાઇલ સેગમેન્ટની અંદર ઘણા બધા અનુભવોને વધારી દીધા છે. તેણે ભારતમાં ઘણી ખૂબીઓ પ્રથમ વાર પ્રસ્તુત કરી છે, જેમાં સામેલ છે, ભારતની પહેલી ઇન્ટરનેટ SUV – MG હેક્ટર, ભારતની પ્રથમ પ્યોર ઈલેક્ટ્રિક ઇન્ટરનેટ SUV – MG ZS EV અને ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ I) પ્રીમિયમ SUV – MG ગ્લોસ્ટર.