danish siddiqui

Indian photographer danish: તાલિબાને ભારતીય ફોટોગ્રાફર દાનિશને 12 ગોળીઓ મારી, ઘટનાને 2 અઠવાડિયા વિત્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

Indian photographer danish: અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના સૂત્રોએ દાનિશ સિદ્દીકીના હત્યા અને ટોર્ચરને સમર્થન આપ્યુ છે

નવી દિલ્હી, 03 ઓગષ્ટઃ Indian photographer danish: અફઘાનિસ્તાનમાં યુધ્ધને કવર કરવા માટે ગયેલા સિદ્દીકીની તાલિબાને હત્યા કરી હતી. સિદ્દીકી ન્યૂઝ એજન્સી રોઈટર માટે કામ કરતા હતા. જોકે હવે એવો ખુલાસો થયો છે કે, તાલિબાને ક્રૂરતા પૂર્વક સિદ્દીકીની હત્યા કરી હતી. એક ન્યૂઝ ચેનલે કરેલા દાવા પ્રમાણે દાનિશના શરીર પર 12 ગોળીઓ મારવામાં આવી હતી. શરીરની અંદરથી કેટલીક ગોળીઓ મળી છે. શરીરને ઘસેડવામાં આવ્યુ હોવાના નિશાન પણ મળ્યા છે. હત્યા બાદ દાનિશાના માથા અને છાતી પર ભારે વાહનને ચલાવવામાં આવ્યુ હતુ. છાતી અને માથા પર ટાયરના નિશાન દેખાયા હતા.

આ પણ વાંચોઃ Vaccinetion last date: રાજ્યમાં વેપારીઓ-સેવાકીય કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી- વાંચો વિગત

અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના સૂત્રોએ દાનિશ સિદ્દીકીના હત્યા અને ટોર્ચરને સમર્થન આપ્યુ છે. દાનિશે અફઘાનિસ્તાન સેનાની એક યુનિટ સાથે એક મસ્જિદમાં આશરો લીધો હતો. દરમિયાન તાલિબાને મસ્જિદમાં ઘૂસીને અફઘાની જવાનોને મારવાનુ શરૂ કર્યુ હતુ. તે વખતે દાનિશે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી.

તાલિબાને તેમના આઈડીને ક્વેટા ખાતે આવેલા હેડક્વાર્ટરમાં ફોટો પાડીને મોકલ્યુ હતુ અને દાનિશ સાથે શું કરવુ તેની સલાહી માંગી હતી. એ પછી દાનિશના સોશિયલ મીડિયા પોસ્ટને ચેક રવામાં આવી હતી. દાનિશ(Indian photographer danish)ના અફઘાનિસ્તાન સેના સાથે હોવા પર અને તાલિબાન વિરોધી રિપોર્ટીંગ પર આતંકીઓ નારાજ હતા. એ પછી તેની હત્યા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Shraddha Personal WhatsApp Chat: શ્રદ્ધાની પર્સનલ વોટ્સએપ ચેટ લીક થઇ, આ રીતે કર્યો છે નંબર સેવ! વાંચો વિગત

દાનિશને 12 ગોળીઓ મારવામાં આવી હતી. તેમના મૃતદેહને ઘસેડીને બહાર લાવવામાં આવ્યો હતો. આ ઘટનાની તસવીરોને કેમેરામાં કેદ કરીને પછી તેને વાયરલ કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj