elon musk

Elon Musk: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા એલન મસ્ક; જાણો કેટલા પાછળ થઈ ગયા ગૌતમ અદાણી

Elon Musk: વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં ઉછાળા સાથે કુલ નેટવર્થ વધીને $187 બિલિયન થઈ ગઈ છે.

અમદાવાદ, 28 ફેબ્રુઆરી: Elon Musk: વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં ઉછાળા સાથે કુલ નેટવર્થ વધીને $187 બિલિયન થઈ ગઈ છે. અત્યાર સુધી નંબર વન ખુરશી પર બેઠેલા ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $185 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબરે સરકી ગયા છે.

એક સમયે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં સામેલ ગૌતમ અદાણી આજે ટોચના 30 અમીરોની યાદીમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ, અમીરોની યાદીમાં 2022માં એલન મસ્ક સૌથી વધુ સંપત્તિ ગુમાવનાર વ્યક્તિ બની ગયા હતા. જોકે આ દરમિયાન ગૌતમ અદાણીએ દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઓળખ બનાવી હતી. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિ એટલી ઝડપથી ગુમાવી કે આજે તેઓ 32મા નંબરે પહોંચી ગયા છે. હિંડનબર્ગના રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપે શેરના ભાવમાં હેરાફેરી કરી હતી. અત્યાર સુધીમાં અદાણીને $82 બિલિયનનું નુકસાન થયું છે. તાજેતરના સમયમાં ગૌતમ અદાણીની સંપત્તિ $124 બિલિયનથી ઘટીને $37.7 બિલિયન થઈ ગઈ છે.

આ દરમિયાન ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારણે એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વર્ષે એલન મસ્કની સંપત્તિમાં $50.1 બિલિયનનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 24 કલાકની અંદર એલન મસ્કની સંપત્તિમાં $6.98 બિલિયનનો ઉછાળો આવ્યો છે. આ સાથે તેમણે ફરી એકવાર નંબર વનનું સ્થાન કબજે કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી મસ્કની પ્રોપર્ટીમાં આવેલી તેજીને જોતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે ટૂંક સમયમાં નંબર વન અમીર બની શકે છે.

બર્નાર્ડ આર્નોલ્ટ ગયા વર્ષે ડિસેમ્બર 2022માં 2021 થી ટોપ-10 બિલિયોનેર્સમાં નંબર-1 પોઝિશન ધરાવતા એલન મસ્કને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. વાસ્તવમાં, ગત વર્ષ મસ્ક માટે ઘણું ખરાબ સાબિત થયું. $44 બિલિયનની ટ્વિટર ડીલની શરૂઆતથી, તેની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થવા લાગ્યો અને વર્ષના અંત સુધી ચાલુ રહ્યો.

ગયા વર્ષે જ્યાં એલન મસ્ક સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના મામલામાં ટોચ પર હતા, તો આ વર્ષની શરૂઆતથી તેમની કંપનીના શેરમાં વધારાને કારણે નેટવર્થમાં વધારો થયો, જે હજુ પણ ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં એલન મસ્કની સંપત્તિમાં $50.1 બિલિયનનો વધારો નોંધવામાં આવ્યો છે. જો કે, પ્રથમ નંબરથી બીજા સ્થાને સરકી ગયેલા બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 23.3 અબજ ડોલરનો વધારો થયો છે.

આ પણ વાંચો:Camp for guidance to students: અંબાજીમાં વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન માટે કેમ્પ નું આયોજન; બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી

ટોપ-10 બિલિયોનેર્સ લિસ્ટમાં સામેલ અન્ય અમીર લોકોની વાત કરીએ તો, બ્લૂમબર્ગના અનુસાર, એમેઝોનના જેફ બેઝોસ 117 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ $114 બિલિયન સાથે ચોથા સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે વોરેન બફે $106 બિલિયન સાથે પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. લેરી એલિસન $102 બિલિયનની સંપત્તિ સાથે યાદીમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે સ્ટીવ બાલ્મર નવમા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ $89.4 બિલિયન છે.

અબજોપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સતત ટોપ-10માં પોતાની હાજરી નોંધાવી છે. $81.1 બિલિયનની નેટવર્થ સાથે, રિલાયન્સના ચેરમેન વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 646 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. લેરી પેજ $84.7 બિલિયન સાથે આઠમા નંબરે છે, જ્યારે કાર્લોસ સ્લિમ હેલુ $83.2 બિલિયનની સંપત્તિ સાથે નવમા નંબરે છે. બીજી તરફ હિંડનબર્ગના વમળમાં ફસાયેલા ગૌતમ અદાણી 37.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 32માં નંબર પર છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો