RBI Penalty for Banks: RBIએ આ ત્રણ મોટી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે કારણ…

RBI Penalty for Banks: RBIએ કહ્યું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે

બિજનેસ ડેસ્ક, 24 જૂનઃ RBI Penalty for Banks: બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના નિયમનકાર આરબીઆઈએ કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ દેશની ત્રણ મોટી બેંકો પર દંડ લાદ્યો છે. આ બેંકોના નામ છે જમ્મુ અને કાશ્મીર બેંક (Jammu & Kashmir Bank), બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank Of Maharashtra) અને એક્સિસ બેંક (Axis Bank).

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કહ્યું કે, તેણે અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ જમ્મુ અને કાશ્મીર બેંક પર 2.5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ બેંક ઓફ મહારાષ્ટ્રને પણ 1.45 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એક્સિસ બેંક પર 30 લાખનો દંડ

કેન્દ્રીય બેંકે અન્ય એક નિવેદનમાં કહ્યું કે એક્સિસ બેંક પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું હતું કે બેંકે ક્રેડિટ કાર્ડ ની બાકી રકમની મોડી ચૂકવણી માટે કેટલાક ખાતાઓમાં દંડ વસૂલ્યો હતો, જોકે ગ્રાહકોએ નિયત તારીખ સુધીમાં અન્ય માધ્યમથી બાકી રકમની ચૂકવણી કરી હતી. RBI એ કહ્યું કે દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે.

આ પણ વાંચો… Wagner Group Rebellion News: વેગનર ગ્રુપના બળવા પર ગુસ્સે ભરાયા પુતિન, કહ્યું- દેશદ્રોહીઓને આટલી ભયાનક સજા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો